Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal

View full book text
Previous | Next

Page 17
________________ વિષે આ મારો શિષ્ય છે, અથવા ભકિતનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે પુરુષ તેને અત્યંત ભકિતએ ફરી ફરી નમસ્કાર હો. જે સપુરુષોએ સદ્ગુરુની ભકિત નિરુપણ કરી છે, તે ભકિત માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભકિતને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભકિતનું નિરૂપણ કર્યું છે, તે ભકિતને અને તે સપુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી પણ જેના વચનના વિચારયોગ શકિતપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેનાં યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે સપુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભકિતએ નમસ્કાર હો ! નમસ્કાર હો ! - - - - - ૧૧. વીતરાગનો કહેલો માર્ગ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ પ્રાર્થના પિયુષ * ૧૭.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67