Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal
View full book text
________________
૫. સમાધાન-સદ્ગુરુ ઉવાચ (તે કર્મથી જીવનો મોક્ષ થઇ શકે છે, એમ સદ્ગુરુ
સમાધાન કરે છે.) જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ; ૮૯ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ; ૯૦ દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ; ૯૧
- --
૬. શંકા-શિષ્ય ઉવાચ (મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે.) હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય, કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક; ૯૩ કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ; ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય, જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ? ૯૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ, સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય; ૯૬
-
-
-
પ્રાર્થના પિયુષ ૪૨ |

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67