Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal

View full book text
Previous | Next

Page 40
________________ ૭ર આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ; માટે મોક્ષ ઉપાયનો, કોઇ ન હેતુ જણાય, કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય; ૭૩ -~-~ ૩. સમાધાન-સદ્ગુરુ ઉવાચ (કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છે.) હોય ન ચેતન પ્રરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ; ૭૪ જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ; ૭૫ કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ; ૭૬ કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષ પ્રભાવ; ૭૭ ચેતન જો નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ; ૭૮ - - - ૪. શંકા-શિષ્ય ઉવાચ (તે કર્મનું ભોકતાપણું જીવને નહીં હોય એમ શિષ્ય કહે જીવ કર્મ કર્તા કહો, પણ ભોકતા નહિ સોય, શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ? ૭૯ પ્રાર્થના પિયુષ ૪૦ |

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67