Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal

View full book text
Previous | Next

Page 59
________________ છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ; –મૂ૦ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. -મૂ) ૬ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; -મૂ૦ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. -મૂ૦ ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વથી ભિન્ન અસંગ; –મૂ૦ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. -મૂ) ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂઈ તેહ મારગ જિનનો પામિયો રે, કિવા પામ્યો તે નિજસ્વરૂપ. -મૂO ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા તે, અને જવા અનાદિ બંધ; -મૂ૦ ઉપદેશ સગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. -મૂ૦ ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ; મૂઈ ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂ૦ ૧૧ - - - - (૧૪) પરમપદપંથ (ગીતિ) વવાણિયા, ૧૯૫૩ પંથ પરમપદ બોધ્યો, જેહ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે. મૂળ પરમપદ કારણ, સમ્યક દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. જે ચેતન જડ ભાવો, અવલોક્યા છે મુનીંદ્ર સર્વ શે; તેવી અંતર આસ્થા, પ્રગટ્ય દર્શન કહ્યું છે તત્ત્વજ્ઞ. સમ્યફ પ્રમાણપૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સમ્યકજ્ઞાન કહ્યું તે, સંશય વિભ્રમ મોહ ત્યાં નાશ્ય. પ્રાર્થના પિયુષ * ૫૯ |

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67