Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal

View full book text
Previous | Next

Page 39
________________ દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય, ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? દુર જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન, તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન; ૬૩ જે સંયોગો દેખીએ, તે તે અનુભવ દૃશ્ય, ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ; ૬૪ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઇને, કયારે કદી ન થાય; ૬૫ કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઇમાં, તેથી નિત્ય સદાય; $$ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય, પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય; ૬૭ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય, બાળાદિ વય ગણ્યનું જ્ઞાન એકને થાય; ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર, વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર; ૬૯ કયારે કોઇ વસ્તુનો, કેવળ હોય ન નાશ, ચેતન પામે નાશ તો, જેમાં ભળે તપાસ; ૭૦ --- ૩. શંકા-શિષ્ય ઉવાચ (આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે.) કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ; ૭૧ | પ્રાર્થના પિયુષ * ૩૯ |

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67