Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Purvacharya, Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 279
________________ *^ ^ ^^^ ^ ^^ ^ પ્રકરણસંગ્રહ. તેને ચોગુણ કરીએ ત્યારે ( ચવદત્તકૃદિશા) નવ હજાર ચાર સો ને આઠ ખાંડુઆ થાય. અધોલકના (૧૨૫૪૪) ને ઊર્વીલોકના (૯૪૦૮) એકઠાં કરતાં (૨૧૫ર)ની પૂર્વોક્ત સંખ્યા થાય. અધોલોકના (૩૧૩૬ ) સૂચિરજ ને ઊર્વલોકના ( ર૩૫ર ) સૂચિરજજુ તેને એકઠાં કરતાં (૫૪૮૮ ) સૂચિરજજુ થાય. અલોકના પ્રતરરજજુ (૭૮૪ ) ઊર્ધ્વલોકના પ્રતરર (૫૮૮) તેને એકઠા કરતાં (૧૩૭૨ ) થાય. અધેલોકના ઘનરજી (૧૯૬) ઊર્વલોકના ઘનરજુ ( ૧૪૭) તેને એકઠા કરતાં ( ૩૪૩ ) થાય. અહીં સાતરાજ ઘનમાં ત્રણશે ને તેંતાળીશ ઘનરાજ જોઈએ, પરંતુ ચિદરાજના તેટલા ઘનરાજ નથી; માત્ર બ ને ઓગણચાળીશ રાજ છે. તેથી એક સો ચાર ઘિનરજજુ અધિક જોઈએ, તેના ખાડુંઆ નથી. વળી એક વાત વિશેષ એ છે કે એ ઘનલોક ચેરસ કર્યો છે, અને લોક વૃત્તાકાર છે. ત્યારે ચારે દિશાના ખૂણા કપાઈ જાય-ઓછા થાય તેથી ચોરસ ખંડુ વિગેરેનું પ્રથમ પ્રમાણ કહ્યું છે તેટલું પણ ન થાય, એછું થાય. એ ચરસનું જે પરિમાણ કહ્યું છે તે અંતરંગ વૃત્તાકાર લોકનું માન મનમાં ધારીને કહ્યું છે. એના નિર્ણયની વાત તો જ્ઞાની જાણે. અસંખ્યાત જનનું એક રાજ થાય છે. અથવા સહસ્ત્ર ભાર લોહને ગોળો કેઈ એક મહદ્ધિક દેવ પિતાની શક્તિએ કરી આકાશમાંથી નીચે નાખે કે જે ગોળ છ માસ, છ દિવસ, છ પહેર, છ ઘડી અને છ પળ જેટલા કાળે નીચે આવીને પડે. તેટલા પ્રમાણવાળું એક રાજ થાય. એ પ્રમાણે ચારે દિશાઓને વિષે રાજનું પ્રમાણ જાણવું. ૩૧ इय पयरलिहियवग्गियसंवट्टियलोगसारमुवलब्भ । सुअधम्मकित्तिअं तह, जयह जहा भमह न इह भिसं ॥३२॥ અર્થ –ના પચર) એ પ્રમાણે છપ્પન પ્રતર છે તેનું (જિદિર જાય ) લિખિત, વર્ગિત અને (રંદ્રિયોના મુવઢ) સંવર્તિત એ જે લોક તેનો સાર-તત્ત્વજ્ઞાનવિચાર–યથાર્થ પણે લોકસ્વરૂપ સદ્દગુરુથી પામીને (ત કટ્ટ ) તે પ્રકારે યત્ન એટલે ઉદ્યમ કર કે (દા) જેથી ( હૃદ ) આ લોકમાં ( મિi ) અનંત જન્મ-મરણ પામતાં થકાં વારંવાર અત્યર્થપણે (મમર ) ફરીને ન ભમવું પડે. આ તીર્થકર, સકલ જીવહિતકર, પરમ પરમેશ્વરનો ભવ્ય જીવને ઉપદેશ છે. આ લોકો સાર ( ગુજધવિશં ) તે કૃતધર્મમાં એટલે સિદ્ધાંતમાં જ્ઞાનના બળે કરી જ્ઞાનવાન તીર્થકરે કહે છે. ૩ર.

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312