________________
શ્રી હૃદયપ્રદીપષટત્રિશિકા પ્રકરણ.
૨૯૫ यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो विश्रमतीह चित्तम् । तथा तथा तत्त्वमिदं दुरापं, हृदि स्थितं सारविचारहीनैः ॥३५॥
અર્થ:-(૬) આ સંસારમાં (જૈ) નિચે (૪થા કથા) જેમ જેમ (વાર્યતાપુરું) સેંકડે કાવડે વ્યાકુળ થયેલું (ચિત્ત) આ ચિત્ત (કુરા) કેઈપણ ઠેકાણે ( નો વિશ્વમતિ) વિશ્રામને પામતું નથી, (તથા તથા) તેમ તેમ (સાવિદ્યાદી) સાર-તત્વના વિચાર રહિત પ્રાણીઓને (હૃદ્ધિ ચિત) હૃદયમાં રહેલા એવા પણ (હું તત્ત્વ) આ આત્મતત્વની પ્રાપ્તિ (સુi) દુર્લભ થાય છે. જે સારાસારનો વિચાર હોય તો પછી અસારભૂત કાર્યમાં ચિત્ત ન આપતાં સારભૂત કાર્યમાં જ ચિત્ત પરે, જેથી ચિત્ત વિશ્રાંતિને પામે અને આત્મહિત થાય.
વિશેષાર્થ –આ પ્રાણીને આ સંસારમાં કર્તવ્ય તરીકે અનેક કાર્યો ઉપસ્થિત થાય છે, પરંતુ તે સર્વે કરી શકાતા નથી અને એવી રીતે અનેક કાર્યોમાં વ્યગ્ર રહેવાથી તેનું ચિત્ત એક પણ કાર્યમાં બરાબર એકાગ્ર થઈ શકતું નથી, તેથી આ કાવ્યમાં એવી શિક્ષા આપવામાં આવે છે કે હે ભવ્ય પ્રાણી ! જે તારે કેઈપણ કાર્ય બરાબર કરવું હોય તે પ્રથમ સારાસાર કાર્યને વિચાર કર અને પછી તેમાં જે કાર્ય વિશેષ સારભૂત જણાય તે કાર્ય કરવાનો પ્રયત્ન કરકેમકે માત્ર એક જ કાર્ય જે કર્તવ્યપણે નકકી થશે અને તેમાં જ પૂરતા પ્રયત્ન કરવામાં આવશે તો તે કાર્ય બરાબર થશે, અને ચિત્તને પણ વિશ્રાંતિ મળશે. ૩૫.
હવે ગ્રંથકાર પ્રશમ સુખને પામેલા આત્માને મોક્ષની પ્રાપ્તિ માટે ચિત્તની સમાધિને ઉપદેશ આપી આ પ્રકરણને સમાપ્ત કરે છે
शमसुखरसलेशाद् द्वेष्यतां संप्रयाता,
विविधविषयभोगात्यन्तवाञ्छाविशेषाः । परमसुखमिदं यद्धज्यतेऽन्तःसमाधौ,
मनसि सति तदा ते शिष्यते किं वदान्यत् ॥३६॥ અર્થ –હે આત્મા ! ( રામકુણાસરેરાત ) પ્રશમ વડે ઉત્પન્ન થયેલા સુપરસના લેશથી–લેશ માત્ર સુખથી (વિવિધવિરામો વિતવાચ્છાવિષ) વિવિધ પ્રકારના વિષય સંબંધી તારી વિશેષ પ્રકારની અત્યંત વાંછાઓ જે (જોતાં) અરુચિપણને (સંકયાતા) પામેલી છે–પ્રશમરસના સુખવડે તારી વિષયસંબંધી ઈચ્છાઓ સર્વ પ્રકારે નષ્ટ થયેલી છે તે તે બહુ ઠીક થયું છે. હવે (૨) જે (અત્ત સમાધી) અંત સમાધિને વિષે (મતિ રતિ)