________________
શ્રી હૃદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ.
૨૮૫ રિલ) મુનિવેષ ધારણ કરનાર (ત) (સોg) પરસવાળા ભેજનમાં લાલુપ હય, તો (તઃ) તે થકી બીજું ( ) અધિક (વિ ) વિડબન-અતિકષ્ટ (નાસ્તિ) નથી.
વિશેષાર્થ-મુનિવેષ ધારણ કર્યા પહેલાં શુદ્ધ એટલે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થવો જોઈએ. તેવા વૈરાગ્યથી સંસારનું ખરું સ્વરૂપ સમજાય છે. સર્વ પદાર્થ અનિત્ય ભાસે છે. અર્થ ( ધન ) અનર્થનું મૂળ છે, એમ નિશ્ચય થાય છે. ઇંદ્રિ
ના વિષયે જ પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરાવે છે, એમ સમજવામાં આવે છે. પાંચ ઇંદ્રિયોમાં રસનેંદ્રિય અતિ બળવાન છે અને તેની પરાધીનતાથી પ્રાણી ભક્ષ્યાભઢ્યને વિવેક ચૂકી જાય છે, એમ અનુભવથી સિદ્ધ થયું હોય છે. આવા દઢ વૈરાગ્યવડે ચારિત્ર લઈ મુનિવેષ ધારણ કર્યા પછી તેને ઉપરના લેકમાં કહેલી વિડંબના પ્રાપ્ત થતી નથી, છતાં જે ચારિત્ર લેવામાં મોહગભિત કે દુઃખગર્ભિત વૈરાગ્ય હોય તો અથવા કોઈ પૂર્વ જન્મના પ્રબળ દુકમને ઉદય થાય તે આ શ્લેકમાં કહેલી વિડંબના મુનિપણામાં પણ પ્રાપ્ત થાય છે. ૧૯
પાખંડીઓના વેષનું ફળ માત્ર લેકરંજન જ છે, તે કહે છે – ये लुब्धचित्ता विषयार्थभोगे, बहिर्विरागा हृदि बद्धरागाः। ते दाम्भिका वेषधराश्चधूर्त्ता, मनांसि लोकस्य तु रञ्जयन्ति ॥२०॥
અર્થ–(૨) જે મનુષ્ય (વિજયાર્થો) પાંચ ઇંદ્રિના વિષયે તથા ધનના ભેગને વિષે ( સુવિઘા:) લુબ્ધ મનવાળા હોય છે, તથા (નિ) બહારથી વિરાગી એટલે રાગદ્વેષાદિ રહિત અને (દરિ ) અંતઃકરણમાં (8:ત ) રાગદ્વેષથી બંધાયેલા હોય છે, (તે) તેઓ (મિ ) કપટના જ ઘરરૂપ (૪) અને (રેવધા ) દ્રવ્યથી મુનિવેષને ધારણ કરનારા ( ધૂર્તા:) ધૂર્ત એટલે લકવંચક જ હોય છે. (સુ) તેઓ માત્ર (રો ) લોકોના (મનોવિ) ચિત્તને જ ( ત્તિ) રંજન કરે છે, પરંતુ આત્મરંજન-સ્વાત્મહિત કોઈપણ કરી શક્તા નથી, તેથી તેઓ છેવટે દુર્ગતિને ભજનારા થાય છે.
વિશેષાર્થ-જે મનુષ્ય માત્ર બહારથી મુનિવેષ ધારણ કરતા હોય અને અંદર કાંઈપણ વિરાગ દશાને પામ્યા ન હોય, તેવા દાંભિક જનને આ લેકમાં ઉપદેશ આપે છે. આવા વિષયાસક્ત ચિત્તવાળા કોઈક વાર બાહ્યથી વધારે વૈરાગ્યનો દેખાવ કરે છે, પરંતુ તેમનું અંત:કરણ કઠોર હોય છે. વૈરાગ્યવડે આદ્ર હોતું નથી. તેવા દાંભિક એક પ્રકારના ધૂર્ત જ છે, કારણ કે તેમના બાહા આડંબરથી ભદ્રિક લોકો ઠગાય છે, તેથી તેમની ભક્તિ કરે છે અને તેમનો પૂર્ણ વિશ્વાસ કરે છે; પરંતુ તેનું પરિણામ અતિ ભયંકર આવે છે. આવા દાંભિક પરનું રંજન કરી શકે છે. જો કે તે દાંભિકપણું ચિરકાળ ટકી શકતું નથી, તેથી અંતે તેને પાપને