________________
- પ્રકરણસંગ્રહ. જ મેટેગ છે અને સ્ત્રી, ધનાદિક સાંસારિક વિષયમાં મનની એકાગ્રતા કરવી તે કેવળ સંસારભ્રમણનું જ કારણ છે, તથા જીવાજીવાદિક તની વિચારણા કરવી તે જ ખરું જ્ઞાન છે, ઇતિહાસ, ભૂગોળ વિગેરેનું જ્ઞાન તો સંસારની આસક્તિનું જ કારણ છે. તથા સમાધિથી ઉત્પન્ન થયેલું જે સુખ તે જ સાચું સુખ છે, વિષયાથી ઉત્પન્ન થતું સુખ ક્ષણિક અને નશ્વર હોવાથી તથા ઉપાધિજન્ય હોવાથી પરિણામે દુઃખરૂપ જ છે. આ પ્રમાણે મનની એકાગ્રતા, તત્ત્વજ્ઞાન અને સમાધિ સુખ એ ત્રણ જ સંસારમાં સારભૂત છે, તે સિવાય બીજું સર્વ અસાર છે. ર૯. - મલયાદિકે કરીને જ્યારે ચિત્ત પ્રસન્ન થાય છે ત્યારે સિધ્યાદિક સર્વ વિષ સમાન લાગે છે, તે કહે છે – याः सिद्धयोऽष्टावपि दुर्लभा ये, रसायनं चाश्चनधातुवादाः । ध्यानानि मन्त्राश्च समाधियोगा-श्चित्ते प्रसन्ने विषवद्भवन्ति ॥३०॥
અર્થ–(ચાર) જે (ફુર્ટમ) દુર્લભ એવી ( gિ) આઠે (સિદ્ધ) અણિમાદિક સિદ્ધિએ, જે દુર્લભ એવું (રાયચં) રસાયણ છે, (૪) અને (મસા) અદશ્યાદિક અંજન, (ધાતુવા) ધાતુવાદ, (દયાનાનિ) ધ્યાન, (મત્રાશ્ચ) વશીકરણદિક મંત્ર, (સમાધિ ) સમાધિ અને મેગ, આ સર્વે (ત્તિ કરજે) ચિત્ત પ્રસન્ન હોય ત્યારે (વિધવત્ મવત્તિ) વિષ સમાન લાગે છે. અર્થાત્ સચ્ચિદાનંદપણું પ્રાપ્ત થવાની હદે પહોંચેલ પ્રાણને આ સર્વ કાંઈ પણ સારા લાગતા નથી, માત્ર આત્મસ્વરૂપમાં રમણ કરવું એ જ તેને આનદદાયક લાગે છે; કારણ કે અણિમાદિક સિદ્ધિઓ વિગેરે પ્રાપ્ત થવાથી તેના તુચ્છ આનંદમાં જે પ્રાણું મગ્ન થાય તો તે આત્માનંદથી ભ્રષ્ટ થાય છે, તેથી આત્માનંદીને તે તે સર્વ ઝેર સમાન લાગે છે. ૩૦.
કેવા જીવોને સમાધિ સુખ મળી શકતું નથી ? તે બતાવે છે– विदन्ति तत्त्वं न यथास्थितं वै, संकल्पचिन्ताविषयाकुला ये। संसारदुःखैश्च कदर्थितानां, स्वप्नेऽपि तेषां न समाधिसौख्यम् ३१
અર્થ – સંક્રા) મનની અસ્થિરતાને લીધે કર્તવ્ય કે અકર્તવ્યને વિષે નિશ્ચયપણારહિતહેવાથી થતા સંકલ્પ-વિકલ્પવડે, (વિતા) ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિના અને અનિષ્ટ વસ્તુના વિયોગના ઉપાય સંબંધી વિચારવડે અને (વિપચ) પાંચે ઇંદ્રિયોના વિષયવડે મારા) આકુળ-વ્યાકુળ થયેલા () જે હોય છે તે (વૈ) નિચે (અથરથi) યથાર્થ પણે (તરવે) તત્ત્વને (ન વિનિત) જાણતા જ નથી, (તે) તેઓને-(સંપાદુ વૈશ્ચ) સંસારના દુઃખાવડે (વરચિતા) વિડંબના–પીડા