Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Purvacharya, Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 288
________________ શ્રી હૃદયપ્રદીપષત્રિંશિકા પ્રકરણ ૨૭૩ સંયોગની સિદ્ધિથી જ (૪) મોક્ષફળની પ્રાપ્તિ થાય છે એમ (ઘર) કહે છે. (૬) કારણ કે (gar) એક ચક્રવડે (ર) રથ (૨ પાદ) કદી પણ ચાલી શકતો નથી. જેમકે ( ધો ૫ ) એક અંધ અને (ઉજૂ ૨) બીજે પંગુ એ બને (૧) વનમાં (નમેશા) મળ્યા. (તે) તે બન્ને (સંપત્તા) એકઠા મળીને (નર) નગરમાં (વિ) પેઠા. એટલે કે જ્ઞાનસદશ પંગુ મનુષ્ય ક્રિયાસદશ અંધની ખાંધે બેસવાથી-માર્ગનું જ્ઞાન અને ચાલવાની ક્રિયા એ બને કારણે એકત્ર થવાથી ઈષ્ટ નગરમાં જઈ શકાય છે.” તે આ રીતે-અંધ મનુષ્ય પંગુને પિતાની ખાંધે બેસાડ્યો, પછી પંગુ મનુષ્ય માર્ગની જેમ જેમ સૂચના ડાબા જમણું બતાવી કરવા લાગ્યો તેમ તેમ તે તરફ અંધ મનુષ્ય ચાલવા લાગે, તેથી તે બને ઈષ્ટ નગરમાં જઈ પહોંચ્યા. હવે મોક્ષને સાધનાર અનુભવ જ છે, તે બતાવે છે- * सम्यग्विरक्तिर्ननु यस्य चित्ते, सम्यग्गुरुर्यस्य च तत्त्ववेत्ता । सदाऽनुभूत्या दृढनिश्चयो य-स्तस्यैव सिद्धिर्न हि चापरस्य ॥३॥ અર્થ –આ લેકમાં કેવો જીવ મોક્ષ પામી શકે? અને કેવો જીવ ન પામે? તે બતાવે છે. (સ્થ ચિત્તે ) જેના ચિત્તમાં (નવું) નિશે (સભ્યત્તિ) સમ્યક્ પ્રકારની વિરક્તિ-વૈરાગ્ય હોય, (૪) અને (0) જેના (ગુ) ગુરુ (સૌ) સમ્યક્ પ્રકારે (તત્ત્વવેત્તા) તત્ત્વને જાણનાર હોય, તથા (રવાડનુમૂલ્યા) સર્વદા અનુભવવડે (ક) જે (દનિશ્ચય:) દઢ નિશ્ચયવાળ હોય, (તાવ) તેને જ (સિદ્ધિ) સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. (૪) અને (અપચ) તે સિવાય બીજાની (ા દિ) સિદ્ધિ થતી જ નથી. ૩. - વિશેષાર્થ –જેના હૃદયમાં સારી રીતે વૈરાગ્ય દશા પ્રાપ્ત થયેલી હોય, ઉત્તમ પ્રકારે યથાસ્થિત જેનાગમના રહસ્યનું જ્ઞાન જેનામાં હોય એવા સદ્દગુરુ જેને પ્રાપ્ત થયેલા હોય અને જે પ્રાણ અનુભવજ્ઞાન મેળવવાવડે જેવી રીતે આત્મગુણેની અંદર રમણતા કરવી જોઈએ તેવા કર્તવ્યમાં દઢ નિશ્ચયવાળો થયે હેય–તેવા પ્રાણીની સિદ્ધિ થાય છે. તેથી અન્ય કે જેને ઉત્તમ વેરાગ્ય, તત્ત્વજ્ઞાની ગુરુનો સમાગમ અને અનુભવવડે તત્વને દઢ નિશ્ચય થયું ન હોય તે પ્રાણ મુક્તિપદને પામી શકતો નથી. આ લેકમાં વૈરાગ્ય, જ્ઞાની ગુરુ અને અનુભવજ્ઞાન એ ત્રણ પદાર્થો મુક્તિના સાધનરૂપ બતાવ્યા છે. તેનું વિવેચન કરવાની ખાસ જરૂરીયાત હોવાથી તે પદાર્થો અનુક્રમે કહે છે – ૩૫

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312