________________
૨૭૨
પ્રકરણસંગ્રહ. ચારિત્રમોહનીયના ક્ષપશમને માટે ઉદ્યમી રહે તો કેટલાક વખત પછી પણ અવશ્ય મોક્ષપદને સાધી શકે છે. હવે ત્રીજો વર્ગ કે જે ચારિત્રમોહનીય તથા પ્રકારનું પ્રબળ નહીં હોવાને લીધે ક્રિયા કરવામાં સમર્થ થાય, પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે આદરવા ગ્ય અને તજવા યોગ્ય પદાર્થને યથાર્થ સમજી શકતા નથી. આ વર્ગના જીવ પણ જેઓ જ્ઞાનાવરણીયના ક્ષપશમના બળે કરીને પદાર્થ સ્વરૂપને જાણતા હોય, તેઓની વિનયભક્તિ કરવામાં તત્પર રહે અને પોતે જ્ઞાનાવરણીય કર્મને ખપાવવા માષતુષ નામના પ્રસિદ્ધ મુનિ મહારાજની જેમ સાવધાનપણે ઉદ્યમ કરે તેમજ પોતાને તત્ત્વજ્ઞાન થાય ત્યાંસુધી ગુરુની નિશ્રાએ વર્તે તો તે પણ કેટલાક કાળે મોક્ષપદ સાધી શકે છે.
આ ત્રણ વર્ગની બહારના જેઓ શુષ્ક જ્ઞાન-ક્રિયાવાળા પિતાની મતિકલ્પનાથી અમે જેનશાસનમાં છીએ એમ માને છે, તેઓના જ્ઞાન અને ક્રિયા બંને કેવળ મતિકલ્પિત હોવાથી અને જિનાજ્ઞાથી પરામુખ હોવાથી તેઓ કેવળ ભવભ્રમણરૂપ ફળને જ પામે છે. કહ્યું છે કે" समइपवित्ती सवा, आणाबज्झ ति भवफला चेव । तित्थयरुद्देसेण वि, न तत्तओ सा तदुद्देसा ॥"
અર્થ -(સણા) સર્વ (સમાવિત્ત) પિતાની મતિથી કરેલી પ્રવૃત્તિ (આવા ત્તિ) જિનેશ્વરની આજ્ઞાથી બાા છે, તેથી તે (મviળી જેવ) સંસારરૂપ ફળવાળી જ છે. સંસારની વૃદ્ધિ કરનાર જ છે. કેમકે (સા) તે મતિ કલ્પિત પ્રવૃત્તિ (તિથયસેન વિ) તીર્થંકરના ઉદ્દેશે કરીને કરી હોય તો પણ (તરા) તત્ત્વથી (તડુવા ન ) તે તીર્થકરના ઉદ્દેશવાળી નથી. એટલે કે તે સ્વમતિક૯૫નાએ જ્ઞાન-ક્રિયાની પ્રવૃત્તિ કરનારા જ પિતાની પ્રવૃત્તિને તીર્થકરે બતાવી છે, એમ માને છે પરંતુ પરમાર્થથી જોતાં તે પ્રવૃત્તિ તીર્થંકરે બતાવેલી છે જ નહીં, તેથી જ તે સંસારની વૃદ્ધિરૂપ ફળને આપનાર થાય છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. આ ઉપરથી સુજ્ઞજને સમજી શકશે કે અનુભવજ્ઞાન મેળવવામાં ઘણે વખત જોઈએ, તે પણ તેટલા વખત સુધી વિપરીત માગે તે ન જ પ્રવર્તવું જોઈએ.
જ્ઞાન અને ક્રિયા એ બને મોક્ષપદ મેળવવામાં મુખ્ય કારણ છે. તે વિષે છેલ્લા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં આ પ્રમાણે કહ્યું છે. “संजोगसिद्धीइ फलं वयंति, न हु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समेच्चा, ते संपउत्ता नगरं पविट्ठा ॥" અર્થા–“જ્ઞાની પુરુષ (સંગોલિદ) શાન અને ક્રિયારૂપ સામગ્રીના