________________
૪૫૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ઘરે ઉત્કૃષ્ટ સંવેગ તેને તે જ્ઞાન સંભવે,
પ્રત્યક્ષ જ્ઞાન યોગે તે જાતિ-સ્મૃતિ અનુભવે. ૪ અર્થ:- જેના હૃદયમાં ઉત્કૃષ્ટ સંવેગ એટલે તીવ્ર વૈરાગ્ય હોય તેને તે જાતિસ્મૃતિજ્ઞાન હોઈ શકે છે. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે સંવેગ.” (વ.પૃ.૨૨૬) અથવા પ્રત્યક્ષ આત્મજ્ઞાન થયું હોય તે પણ જાતિસ્મૃતિજ્ઞાનને પામી શકે છે. /૪
સત્સંગે સત્ય સુણી કો ભૂત ભવાદિ ભાળતાં,
પૂર્વ પરિચયાદિથી ઓળખી લે નિહાળતાં. ૫ અર્થ - સત્સંગમાં પણ સત્પરુષો દ્વારા પોતાના પૂર્વભવની સત્યવાત જાણીને ભૂતકાળના ભવનું જાતિસ્મરણજ્ઞાન વરદત્ત અને ગુણમંજરીની જેમ થઈ શકે છે.
પુનર્જન્મ સંબંથી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે માટે અહીં પ્રસંગ પૂરતું સંક્ષેપમાત્ર દર્શાવું છું. (અ) મારું કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ કોઈ મહાત્માઓ ગતભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યક હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ-જ્ઞાનયોગ–અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે.” (..૧૯૦) ઉપરોક્ત પ્રમાણે જાતિસ્મરણજ્ઞાન થયે પૂર્વભવોમાં થયેલ પરિચય આદિના કારણે તે તે વ્યક્તિને જોતાં જ તે ઓળખી લે છે. જેમકે–
સંપ્રતિરાજાનું દ્રષ્ટાંત - સંપ્રતિ રાજા પૂર્વભવમાં ભિખારી હતો. ખાવાને ભોજન પણ મળતું નહીં, તેથી મુનિ બન્યો. પણ મરણાંતે સમાધિમરણ સાથી સંપ્રતિ રાજા થયો. તે રાજા ગોખમાં બેઠો હતો. ત્યારે પૂર્વભવના ગુરુ તે રોડ ઉપરથી પસાર થયા. તેને જોઈ રાજાના મનમાં પૂર્વ પરિચયથી થયું કે એમને ક્યાંય મેં જોયા છે, એમ ઉહાપોહ કરતાં જાતિસ્મરણજ્ઞાન થઈ ગયું. - મૃગાપુત્રનું વૃષ્ટાંત – મૃગાપુત્ર રાજકુમારને પણ ચાર રસ્તા પર ઊભેલા મુનિને જોઈ પૂર્વે પાળેલ દીક્ષાના કારણે જાતિસ્મરણજ્ઞાન થયું. આમ અનેક દ્રષ્ટાંતો જાતિસ્મરણજ્ઞાનના મળી આવે છે. આપણા
વર્તમાને વળી વાંચ્યું પત્રોમાં, કો કુમારિકા
જાતિ-સ્મૃતિવતી જીવે, દિલ્લીની એ કથનિકા. ૬ અર્થ - વર્તમાન પત્રોમાં પણ વળી વાંચ્યું છે કે દિલ્લીમાં એક કુમારીને જાતિસ્મૃતિજ્ઞાન થયેલ છે. તે હાલ જીવિત છે. આ કથાનિકા એટલે આ વાત પ્રત્યક્ષ સત્ય જણાય છે. આવા
મથુરામાં પતિ તેનો પૂર્વનો દેખી ઓળખે,
ગુપ્ત વાતો સુણી સાચી; પુનર્જન્મ જનો લખે. ૭ અર્થ:- મથુરામાં તેનો પૂર્વભવનો પતિ છે. તેને દેખીને તેણે ઓળખી લીધો. તેની પૂર્વભવની ગુપ્ત વાતો સાંભળીને તે સાચી નીકળવાથી લોકો પણ પુનર્જન્મ છે એમ માનવા લાગ્યા. //શા
અવધિજ્ઞાન જાણે છે ભાવિ ભવો બીજા તણા,
મન:પર્યયવંતો ય ભવ-ભાવો ભણે ઘણા. ૮ બીજા પણ કયા કયા પ્રકારે પૂર્વ ભવ જાણી શકાય તે હવે કહે છે :