Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 174
________________ ૫૪૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - જગતમાં રહેલા અનેક પરપદાર્થને ભાવથી મારા માનીને માયાવડે તેને મેળવવા મથું, તો મારી ચિંતાનો પાર રહે નહીં. અનેક ચિંતાઓ કરી પર પદાર્થનો સંયોગ કરું અર્થાત્ તેને મેળવું, છતાં પણ તે પદાર્થોનો વિયોગ નિશ્ચિત છે. પુણ્ય પૂરું થાય તો તે પદાર્થો ચાલ્યા જાય અથવા હું દેહ છોડી બીજી ગતિમાં ચાલ્યો જાઉં. માટે માયાકપટ કરી આવા કોઈ કૃત્ય કરું નહીં. [૩૧ાા કર્મ જ માયારૂપ છે રે આત્માને ભૂલવનાર, ગુણો પ્રગટ જે જે થતા રે સહજ સરળફેપ સાર. પરમગુરુ અર્થ - ખરેખર તો પૂર્વે બાંધેલા કર્મો જ માયાસ્વરૂપ છે કે જે પોતાના આત્મસ્વરૂપને ભુલાવી દેહાદિ જગતના પૌદ્ગલિક પદાર્થોમાં મારાપણું કરાવે છે. આ બધું કામ દર્શન મોહનીય કર્મનું છે કે જે પરપદાર્થોમાં રાગદ્વેષ કરાવી તેને મેળવવા માટે માયાકપટ કરાવે છે. આત્મામાં જે જે ગુણો પ્રગટ થાય છે તેનું કારણ સરળ પરિણામ છે. તે જ સારરૂપ છે અને તે સરળતા આત્માનો સહજ ગુણ છે. માટે સરળપણું જ સદા ગ્રાહ્ય છે અને વક્રપણું એટલે માયાકપટપણું સદાય ત્યાગવા યોગ્ય છે; જેથી મોક્ષના દ્વારમાં સરળતાથી પ્રવેશ પામી શકાય. /૩૨ાા મોક્ષ પ્રાપ્તિ અર્થે સરળતા ગુણની સાથે નિરભિમાનપણું અર્થાત્ વિનયગુણની પણ તેટલી જ આવશ્યક્તા છે. કેમકે ઘર્મનું મૂળ વિનય છે. પરમકૃપાળુદેવ કહે છે : “વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે.” વળી કહ્યું છે કે : “વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે; રે જીવ માન ને કિજીએ.” (૪૯) નિરભિમાનપણું (અનુષ્ટ્રપ) જગમાં સર્વના શિષ્ય થવા સગુરુ ઇચ્છતા, રાજચંદ્ર પ્રભુ એવા તેમને પ્રણમું સદા. ૧ અર્થ – જગતમાં જે સર્વના શિષ્ય થવા ઇચ્છે છે એવા સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભક્તિભાવે સદા પ્રણામ કરું છું. “આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ જેણે વેદી નથી તે સદગુરુ થવાને યોગ્ય નથી.” (વ.પૃ.૧૫૮) I/૧૫ દાસત્વ સર્વનું ઇચ્છે મુમુક્ષુનું વિશેષ જે, તેનામાં માનને સ્થાન ક્યાંથી? જ્યાં ન પ્રવેશ છે. ૨ અર્થ - પરમકૃપાળુદેવમાં લઘુતા ગુણની કેટલી બધી પરાકાષ્ટા છે કે જે જગતના સર્વ જીવોને સિદ્ધ સમાન ગણી તેમનું દાસત્વ ઇચ્છે છે. તેમાં પણ મુમુક્ષુ આરાધક જીવોનું તો વિશેષપણે દાસત્વ ઇચ્છે છે. એવા મહાત્મા પુરુષોમાં માન કષાયને રહેવાનું સ્થાન ક્યાંથી હોય? કે જ્યાં તેનો પ્રવેશ પણ નથી. “અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે.” (વ.પૃ.૨૫૯)

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190