Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 176
________________ ૫૪૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - ઘણા બળવાન મલ્લો શસ્ત્ર વગર પણ સિંહને હણી નાખે, પણ જ્યારે પોતે વ્યાધિગ્રસ્ત થાય ત્યારે મક્ષિકા એટલે માખીઓના સમૂહને ઉડાડવાની તાકાત પણ બિચારા ઘરાવતા નથી. એવા ક્ષણિક બળનું શું અભિમાન કરવું. “જે બળ વડે કર્મરૂપી શત્રુ જિતાય તથા કામ, ક્રોઘ, લોભ જીતાય તે બળ પ્રશંસાને પાત્ર છે.” -સમાધિસોપાન (પૃ.૧૬૫) IIકા વિદ્વાનો જગમાં પૂજ્ય સભા-ભૂષણ રૂપ જે, કામ, ઉન્મત્તતા વ્યાપ્ય બને પાગલ-ભૂપ તે. ૭ અર્થ - વિદ્વાનો જગતમાં પૂજ્ય તેમજ સભાના ભૂષણરૂપ ગણાય છે. પણ કામની ઉન્મત્તતા વ્યાપે ત્યારે તેઓ મૂર્ખ શિરોમણિ બની જાય છે. એવી વિદ્યાનો શો મદ કરવો? શ્રી સ્થૂલભદ્ર જેવા દશ પૂર્વના પાઠીને પણ વિદ્યામદ ઊપજવાથી, પોતાની સાથ્વી થયેલી બહેનો મળવા આવી ત્યારે પોતે સિંહનું રૂપ લઈ બેસી ગયા. /શા સત્તામત્ત બન્યો સમ્રાટ બોનાપાર્ટ સિપાઈ જે, યુક્તિબાજ ઘણો તોયે મૂઓ ક્યાંય રિબાઈ તે. ૮ અર્થ :- નેપોલિયનનું દ્રષ્ટાંત :- નેપોલિયન બોનાપાર્ટ પ્રથમ સિપાઈ હતો. તે ઘણો યુક્તિબાજ અને શૂરવીર હોવાથી લગભગ આખા યુરોપનું રાજ્ય જીતી સમ્રાટ બની ગયો. પણ અંતિમ યુદ્ધમાં તે હાર્યો. તેને એક નિર્જન બેટ ઉપર છોડી દીધો. ત્યાં રિબાઈ રિબાઈને ક્યારે મરી ગયો તેનો પત્તો નથી. એમ સત્તા મળવા છતાં તે ક્યારે નાશ પામી જાય તેનું કંઈ ઠેકાણું નથી. માટે તેનો મદ કરવો યોગ્ય નથી. સુભમ ચક્રવર્તીએ છ ખંડની સત્તા મેળવી પણ બાર ખંડની સત્તા મેળવું તો ચિરકાળ નામાંકિત થાઉં એમ વિચારી તે મેળવવા જતાં સમુદ્રમાં ડૂબી મૂઓ. માટે સત્તામદ પણ કર્તવ્યરૂપ નથી. કેટલા લક્ષ્મીવંતો ઘણા દીઠા ભિક્ષુ પાસે ય યાચતા, તપસ્વી લપસી જાતાં નારી આગળ નાચતા. ૯ અર્થ - લક્ષ્મીવંતો પણ પાપના ઉદયથી ગરીબ બની જતાં વાર લાગતી નથી. એવી સ્થિતિ પણ આવી પડે છે કે પેટ ભરવા માટે બીજું કંઈ સાધન ન હોવાથી ભિક્ષુ એટલે ભિખારી પાસે પણ માંગવું પડે. આ બઘા કર્મના ચમત્કાર છે. માટે ઘનનો મદ કદી કર્તવ્ય નથી. તપસ્વી હોય તે પણ લપસી જઈ સ્ત્રીના ફિંદમાં ફસાઈ જાય છે. માટે તપનો પણ ગર્વ કરવા યોગ્ય નથી. બ્રહાનું દ્રષ્ટાંત - તપ કરતાં બ્રહ્માએ તિલોત્તમા નામની અપ્સરામાં આસક્ત થઈ તેનું નૃત્ય જોવા માટે ચારેય દિશાઓમાં મોઢાં કર્યા. પછી તે આકાશમાં નાચવા લાગી. તે જોવા માટે માથા ઉપર પાંચમું મોટું ખોલવા પ્રયત્ન કર્યો, પણ પુણ્ય પરવારી જવાથી ત્યાં ગઘેડાનું મોટું કુટું એમ તપ કરતાં મહાત્માઓ સ્ત્રીમાં આસક્ત થઈ પડી ગયા. માટે તપમદ પણ કર્તવ્ય નથી. સાલા રૂપરાશિ શશી પૂર્ણ ક્ષીણતા રોજ જો ભજે; સંયોગોના વિયોગોને દેખે તે મદને તજે. ૧૦ અર્થ - પુણ્ય ઉદયે શરીર ઘણું રૂપવાન હોય છતાં પૂર્ણિમાના ચંદ્રની કલાઓની જેમ પ્રતિદિન તે ક્ષીણ થતું જાય છે. કારણ કે તે રૂપનો સંયોગ પ્રતિદિન વિયોગ તરફ જતો જોવામાં આવે છે. વૃદ્ધાવસ્થામાં તે સંપૂર્ણ નાશ પામે છે. માટે ક્ષણિક એવા રૂપનો મદ કરવા યોગ્ય નથી.

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190