Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 175
________________ (૪૯) નિરભિમાનપણું ૫૪૭ “અમારા ઉપર તમારી ગમે તેવી ભક્તિ હો, બાકી સર્વ જીવોના અને વિશેષે કરી ઘર્મજીવના તો અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ.” (વ.પૃ.૨૬૭) “કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો, એ અપરાઇ છે. અને તેમાં મુમુક્ષજીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂર અપરાઘ છે, એવો અમારા ચિત્તનો સ્વભાવ રહે છે.” (વ.પૃ.૩૮૯) //રા પાપમૂલ અભિમાન” પ્રસિદ્ધ જગમાં અતિ, નિષ્પાપી નિરભિમાની વિનયાવિત સન્મતિ. ૩ અર્થ - “પાપનું મૂળ અભિમાન છે' એમ જગતમાં અતિ પ્રસિદ્ધ વાત છે. પ્રશ્ન–અભિમાન થવાનું કારણ શું? બધું છે તો પારકું. પૂજ્યશ્રી–પારકું નથી માન્યું. મારું નથી એમ જેને હોય તે અભિમાન ન કરે. પોતાનું માન્ય હોય તો અભિમાન થાય. -બો.૧ (પૃ.૧૫૧) પણ જે નિરભિમાની, વિનયવાન અને સદ્ગદ્ધિવાળા છે તે નિષ્પાપી જીવો છે. તે તત્ત્વને પામી શકે છે. “અઘમાઘમ અધિકો પતીત સકલ જગતમાં હય” એવું રોજ બોલીએ છીએ, પણ અંદરથી લાગવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે કે “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.” માનને કાઢવા માટે ખરો ઉપાય વિનયગુણ છે.” બો.૧ (પૃ.૬૫) IIકા જાતિ, કુળ, બળ, વિદ્યા, ઐશ્વર્ય, શ્રી, તપે, રૂપે અભિમાન કુબુદ્ધિને; પડે ના સુજ્ઞ તો કૂંપે. ૪ અર્થ - શાસ્ત્રોમાં મુખ્યત્વે આઠ પ્રકારના મદ એટલે અહંકાર ઊપજવાના પ્રકાર છે તે આ પ્રમાણે–જાતિમદ, કુળમદ, બળદ, વિદ્યામદ, ઐશ્વર્ય એટલે સત્તામદ, શ્રી એટલે લક્ષ્મી-ઘનમદ, તપમદ અને રૂપમદ. કુબુદ્ધિવાન જીવને એથી અભિમાન ઊપજે છે. જ્યારે સુજ્ઞ એટલે વસ્તુને સમ્યક્ પ્રકારે જાણનાર એવો આત્માર્થી જીવ, તે આ અભિમાનરૂપી કુવામાં પડતો નથી. મેતારજ મુનિ અને હરિકેશી મુનિએ પૂર્વભવમાં બ્રાહ્મણ જાતિનું અભિમાન કરેલું તેથી તેમને આ ભવમાં ચંડાલ કુળમાં ઉત્પન્ન થવું પડ્યું. ૪. જાતિવંત ઘણા જીવો કુકર્મો નરકે ગયા, નરો કુલીન ભિખારી અભિમાન વશ થયા. ૫ અર્થ - ઉત્તમજાતિમાં ઉત્પન્ન થવા છતાં જીવનમાં જાતિમદ આદિ કુકર્મો કરી ઘણા જીવો નરકમાં જઈને પડ્યા. તેમજ ઉત્તમ કુલમાં જન્મ લેવા છતાં તેનું અભિમાન કરવાથી આવતા ભવમાં ભિખારી બની ગયા. મરિચિનું દૃષ્ટાંત - ભગવાન ઋષભદેવના સમયમાં ભરત મહારાજાએ મરિચિને ભાવી તીર્થંકર જાણી નમસ્કાર કર્યા ત્યારે ભગવાન મહાવીરના જીવ મરિચિએ કુલમદના અભિમાનમાં આવીને કહ્યું કે મારા દાદા કોણ છે? પ્રથમ તીર્થકર ઋષભદેવ, મારા પિતા કોણ છે? છ ખંડના અધિપતિ ચક્રવર્તી તો હું આવતા ભવોમાં વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થકર થાઉં તો એમાં શું નવાઈ? તેના ફળમાં લગભગ એક કોડાકોડી સાગરોપમ સુધી તેમને સંસારમાં ભ્રમણ કરવું પડ્યું. /પા બળવંતા ઘણા મલ્લો નિઃશસ્ત્ર સિંહને હણે, વ્યાધિ-ગ્રસ્ત બિચારા તે મુઝાયા મક્ષિકા-ગણે. ૬

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190