Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 184
________________ ૫ ૫૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ભોગોની લાલસામાં આવી જાય છે. આર્દ્રકુમારનું દૃષ્ટાંત – આર્દ્રકુમારે પૂર્વભવમાં પોતે તથા તેની સ્ત્રીએ દીક્ષા લીધેલ. એકવાર દીક્ષિત પોતાની પત્નીને જોતાં અનુભવેલ ભોગોની સ્મૃતિ ફરીથી થઈ આવી; અને દીક્ષિત પત્નીને પાછું ઘરે જવાનું જણાવ્યું. પત્નીએ તે સાંભળીને અનશન લઈ લીધું. આદ્રકુમારના જીવે પણ ફરીથી જાગૃત થઈ ઉત્તમ આરાધના કરી દેવગતિ સાધ્ય કરી. વિકાર ઉત્પન્ન થાય એવા સંગોનો જીવ ત્યાગ કરે તો જ સત્સંગનો રંગ લાગશે. બે ભમરાઓનું દ્રષ્ટાંત - બે ભમરાઓ હતા. એક સુગંધીદાર બગીચામાં રહે. બીજો વિષ્ટામાં રમે. એકવાર વિષ્ટાનો ભમરો બગીચામાં આવ્યો છતાં ફુલોની સુગંઘનો સ્વાદ તેને આવ્યો નહીં. કેમકે સાથે વિષ્ટાની ગોળી લેતો આવ્યો હતો. તેમ વિકારી જીવોનો સંગ હશે ત્યાં સુધી સત્સંગતિની સુગંધ તેને આવી શકશે નહીં. “સત્સંગનો રંગ ચાખ રે પ્રાણી સત્સંગનો રંગ ચાખ, પ્રથમ લાગે તીખોને કડવો, પછી આંબા કેરી સાખ; રે પ્રાણી સત્સંગનો રંગ ચાખ.” ||૧૧ાા નાક, કાન કાપેલી વૃદ્ધ વનિતા પણ સાઘુનું ચિત્ત ચળાવશે રે પરબ્રહ્મ વિષવેલ સ્પર્શી વાયુ વહે તે મરણ-કારણ ઉપજાવશે રે; પરબ્રહ્મ અર્થ - નાક, કાન કાપેલી વૃદ્ધ સ્ત્રી પણ સાધુનું ચિત્ત ચલિત કરવા સમર્થ છે. જેમ વિષ વેલને સ્પર્શી વહેતો વાયુ મરણનું કારણ બની શકે છે, તેમ સ્ત્રી પણ ભલભલાને ભુલભુલામણિમાં નાખવા સમર્થ છે. માટે તેવા સંગથી હમેશાં દૂર રહેવું. રથનેમિનું દ્રષ્ટાંત – ગિરનારની ગુફામાં ધ્યાન કરતાં રથનેમિને, વરસાદના કારણે કપડાં ભીંજાઈ જવાથી તે ગુફામાં જઈ સતી રાજીમતિને કપડાં સુકાવા જતાં, તેના અંગના દર્શનથી રથનેમિ ધ્યાન કરતાં ચલિત થઈ ગયા. પછી રાજીમતિએ બોઘ આપી તેને સ્થિર કર્યા. માટે વૃત્તિઓનો કદી વિશ્વાસ કરવો નહીં. સ્ત્રીએ હાડમાંસનું પૂતળું છે. એમ સ્પષ્ટ જાણ્યું છે તેથી વિચારવાનની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી; તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચળી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે સો વરસની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહીં, કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. સાઘુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન જ ચળી શકે, એમ ઘારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી. એ વચન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂક્યો છે; એટલા માટે જો વૃત્તિઓ પદાર્થોમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લઈ તેવી બાહ્યવૃત્તિઓ ક્ષય કરવી.” (વ.પૃ.૬૮૯) I/૧૨ા તેમ જ કામીને કામિનીવૃત્તિ ચંચળ ચિત્ત કરાવશે રે, પરબ્રહ્મ હૃદય-સિંહાસને નારી રહી તો પ્રભુ-ભક્તિ નહિ જાગશે રે. પરબ્રહ્મ અર્થ - વિષવેલ સમાન કામી પુરુષને કામિની વૃત્તિ એટલે સ્ત્રીની ઇચ્છા હોવાથી તે વૃત્તિ તેનું ચિત્ત ચંચળ કરશે. અને હૃદયરૂપી સિંહાસન ઉપર જો સ્ત્રી બેઠેલી હશે તો પ્રભુ પ્રત્યેની ભક્તિ જાગૃત

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190