Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 182
________________ ૫ ૫૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સગુરુના બોઘથી જન્મમરણથી મુક્ત થવા માટે સાચી મુમુક્ષુદશા જ્યારે જીવ પ્રગટાવશે ત્યારે કાર્યસિદ્ધિ ભણી તે પગલું માંડશે. જો સગુરુ-આજ્ઞાથી સસ્તુરુષારથ જો કરવા ઑવ માગશે રે, પરબ્રહ્મ ભાગ્યશાળી તે નર વીર જાણો; વિઘ્ર-પવન ડોલાવશે રે. પરબ્રહ્મ અર્થ - સાચી મુમુક્ષતા પ્રગટ્ય સદ્ગુરુ આજ્ઞાવડે જો સપુરુષાર્થ કરવા જીવ માંડશે તો તે ભાગ્યશાળીને નરોમાં વીર સમાન જાણો. તેને અંતરંગ કે બાહ્ય બ્રહ્મચર્ય પાળવામાં સંકલ્પ-વિકલ્પ કે કામ ક્રોઘાદિ વિહ્નરૂપ પવન ડોલાયમાન કરશે તો પણ તેને સહન કરી તે આગળ વધી જશે, અર્થાતુ મોહના ભાવોને તે સદ્ગુરુબળે હૃદયમાં ઘર કરવા દેશે નહીં. “જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” -શ્રી આત્મસિદ્ધિ પા શીલરક્ષણ ને યશ ઇચ્છે તે આ શિક્ષા ઉર ઘારશે રે - પરબ્રહ્મ વાતો વિકારી જનોની કરો ના, સૂતા વિકારો જાગશે રે. પરબ્રહ્મ અર્થ – જે પુણ્યાત્મા પોતાના શીલનું રક્ષણ કે સુયશને ઇચ્છશે તે આ નીચે જણાવેલ શિક્ષાને હૃદયમાં ઘારણ કરશે. મનની શુદ્ધિ માટે વિકારી લોકોની વાતો કદી કરવી નહીં. તેમ કરવાથી સૂતેલા વિકારો પણ જાગૃત થઈ જાય છે. દા. નીરખશો ના નર-નારી-અંગો મલિન ભાવ લલચાવશે રે; પરબ્રહ્મ દુરાચારીની સોબત તજજો, “સંગ તેવો રંગ'લાગશે રે. પરબ્રહ્મ અર્થ :- નર કે નારીના અંગોને મોહદ્રષ્ટિએ તાકીને નીરખશો નહીં. નહીં તો મલિન ભાવો મનમાં ઉત્પન્ન થઈ આત્માને તે તે વસ્તુની પ્રાપ્તિ માટે લલચાવશે. અશુભ કર્મનો બંધ કરાવી દુર્ગતિના કારણ બનશે. તેમજ દુરાચારી લોકોની સંગતિનો ત્યાગ કરજો. કેમકે જેવો સંગ તેવો રંગ લાગી જશે. ઘમ્મિલકુમારનું દૃષ્ટાંત – ઘમિલકુમાર બાળવયથી અત્યંત વૈરાગ્યવાન હોવા છતાં પણ દુરાચારી લોકોના સંગથી વેશ્યાના વિલાસમાં પડી ગયો. પિતાનું બધું ઘન નાશ પામી ગયું. ત્યારે વેશ્યાની અક્કાએ તેને દારૂ પાવી દૂર મુકાવી દીધો. પછી સાન ઠેકાણે આવી. માટે મરી જવું સારું પણ દુરાચારીની તો સંગતિ ને જ કરવી. કેમકે એ સંસ્કાર ભવોભવ જીવને દુ:ખ આપે છે. //શી. ભાંગ, તંબાકુ, કેફી ચીજો સૌ બુદ્ધિ-વિકારો લાવશે રે પરબ્રહ્મ પાન-બીડી, ફૂલ, અત્તર આદિ શીલનો ભંગ કરાવશે રે. પરબ્રહ્મ અર્થ :- ભાંગ, તંબાકુ અને બીજી કેફી એટલે જેથી નશો ચઢે એવા અમલ, દારૂ વિગેરે પીવાથી કે ખાવાથી બુદ્ધિમાં વિકારો ઉત્પન્ન થશે. પાન, બીડી, પાન પરાગ, બ્રાઉન સુગર, ફુલ, અત્તર આદિ વસ્તુઓ પણ વ્યસનની જેમ વળગી જઈ શીલનો ભંગ કરાવશે. માટે એવી વસ્તુઓનું કદાપિ સેવન કરવું નહીં. પાટા.

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190