Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 164
________________ ૫ ૩૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - સમાધિસોપાનમાં વિસ્તારથી વર્ણવેલ દ્વાદશ એટલે બાર ભાવના, સોળ કારણ ભાવના અને બીજી અનેક પ્રકારની મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થતાદિ ભાવનાઓ જે સમ્યક્દર્શનની યોગ્યતા આપનાર છે; તે ભાવનાઓને સારી રીતે ભાવી સદગુરુના બોઘમાં રમણતા કરો; અને સંસાર સંબંઘી સર્વ વિષયકષાયના ભાવોને વિસારી ઘો, અર્થાત ભૂલી જાઓ. સમાધિસોપાનમાં વર્ણવેલ બાર ભાવનાઓના નામો આ પ્રમાણે છે : (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ (૬) અશુચિ, (૭) આસ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોક, (૧૧) બોધિ દુર્લભ અને (૧૨) ઘર્મ દુર્લભ ભાવના છે. તીર્થંકર પદ પ્રાપ્તિના કારણરૂપ સોળ કારણ ભાવનાઓના નામો નીચે પ્રમાણે છે – (૧) દર્શનવિશુદ્ધિ, (૨) વિનય સંપન્નતા, (૩) શીલવ્રતધ્વતિચાર, (૪) અભીસ્મ જ્ઞાનોપયોગ, (૫) સંવેગ, (૬) શક્તિતઃ ત્યાગ, (૭) શક્તિતઃ તપ, (૮) સાધુ સમાધિ, (૯) વૈયાવૃત્તિ, (૧૦) અરિહંત ભક્તિ, (૧૧) આચાર્ય ભક્તિ, (૧૨) બહુશ્રુત ભક્તિ, (૧૩) પ્રવચન ભક્તિ, (૧૪) આવશ્યક અપરિહાણી (૧૫) સન્માર્ગ પ્રભાવના અને (૧૬) પ્રવચન વાત્સલ્ય ભાવના છે. તેનો વિસ્તાર સમાધિસોપાનમાંથી વાંચવા યોગ્ય છે. ૧૬ાા. મનડે મોહ-અભ્યાસ કર્યો છે, તેથી મોહે ભમતું રે; જ્ઞાન અને વૈરાગ્ય-અભ્યાસે રહે સ્વરૂપે રમતું રે. વંદું અર્થ - અનાદિકાળથી આ મનડે મોહ કરવાનો જ અભ્યાસ કર્યો છે. તેથી અજ્ઞાનવડે રાગદ્વેષ કરી મોહરૂપી વનમાં તે ભટક્યા કરે છે. કદાચ વચનથી મૌન રાખે, કાયાને પણ આસનો વડે સ્થિર કરી દે, છતાં મન તો અનેક પ્રકારના ઘાટ ઘડ્યા જ કરે છે. પણ સપુરુષોના બોઘરૂપ સમ્યકજ્ઞાનવડે અને વૈરાગ્યભાવનાના અભ્યાસ વડે તે મન સ્વરૂપમાં રમણતા કરી શકે છે. “અવિદ્યા બહુ અભ્યાસી, તે સંસ્કારે મન ચળે; જ્ઞાનસંસ્કારથી ચિત્ત, આત્મ-તત્ત્વ સ્વયં વળે.”-ગ્રંથયુગલી/૧૭થી જેને હિતકારી મન માને તેની રુચિ નિત ઘરતું રે, વગર પ્રયત્ન ત્યાં જ ફરે મન, તલ્લીન બની ત્યાં ઠરતું રે. વંદુંઅર્થ :- મન જે પદાર્થને હિતકારી માને તેમાં હમેશાં રુચિ ઘરાવે છે. વગર પ્રયત્ન પણ મન ત્યાં ફર્યા કરે છે અને તેમાં જ તલ્લીન બની સ્થિર રહે છે. “બુદ્ધિને હિત જ્યાં લાગે, શ્રદ્ધા તેમાં જ ચોટતી; શ્રદ્ધા જ્યાં ચોટતી ત્યાં જ, ચિત્તની લીનતા થતી.” -ગ્રંથયુગલ ||૧૮il. સર્વોપર હિતકારી ઑવને સંત-સમાગમ માનો રે, તેમાં ચિત્ત પરોવાયું તો રંગ રહે નહિ છાનો રે. વંદું અર્થ - જીવને સર્વોપરી કલ્યાણકર્તા સપુરુષનો સમાગમ છે. તેમાં ચિત્ત પરોવાઈ ગયું તો તે સત્સંગના રંગની ખુમારી છાની રહે તેમ નથી. તેના જીવનમાં જરૂર પલટો લાવશે. ||૧લા

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190