Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 162
________________ ૫૩૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ માહાભ્યબુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્યા કર્યું છે, માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમાહાભ્યબુદ્ધિ નહીં; તે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે આરાઘવાં નહીં એ પણ વંચનાબુદ્ધિ છે ત્યાં પણ જો જીવ લઘુતા ઘારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ ભવપરિભ્રમણથી ભય નથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે. વઘારે લક્ષ તો પ્રથમ જીવને જો આ થાય તો સર્વ શાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે. એ જ વિજ્ઞાપન.” (વ.પૃ.૪૨૨) //પા. એક શેઠને ત્રણ દુકાનો રત્ન, કનક, કાપડની રે; નફો-ખોટ ત્યાં ભાવ પ્રમાણે, વળી ક્રિયા આવડની રે. વંદું અર્થ - મન, વચન, કાયાના ત્રણેય યોગમાં, કયા યોગની પ્રવૃત્તિથી વિશેષ નુકસાન છે તે કહે છે : એક શેઠનું દ્રષ્ટાંત - એક શેઠને ત્રણ દુકાનો છે. એક રત્ન-હીરા માણેક મોતીની, બીજી સોના ચાંદીની અને ત્રીજી કાપડની. તેમાં નફો કે ખોટ ભાવ પ્રમાણે થાય છે. વળી તેમાં પોતામાં ઘંઘાની કેવી આવડત છે અને કેવો એનો પુરુષાર્થ છે તેના ઉપર પણ નફા તોટાનો આધાર રહે છે. જો કાપડમાં જે ખોટ જણાતી, કનકલાભથી ટળતી રે; કનકદુકાને ખોટ આવતાં રત્નનફામાં ભળતી રે. વંદું અર્થ - કાપડની દુકાનમાં જે કોઈ ખોટ જણાય તો તે સોનાચાંદીની દુકાનના નફામાંથી પુરાઈ જાય. સોના ચાંદીની દુકાને ખોટ આવે તો તે રત્ન કે હીરા માણેકની દુકાનમાંથી ભરપાઈ થઈ જાય. શા પ્રશસ્ત પ્રવૃત્તિ યોગ તણી તે પુણ્યલાભ સમ સમજો રે, અશુભ યોગ-જ પાપ ખોટ સમ, પુરાય હજી જો ચેતો રે. વંદું અર્થ - મન વચન કાય યોગની શુભ પ્રવૃત્તિ થાય તેને પુણ્યના લાભ સમાન જાણો, અને તે યોગોવડે અશુભ પ્રવૃત્તિ થાય તો પાપ કર્મનો આસ્રવ થાય છે, તેને દુકાનમાં થતી ખોટ સમાન જાણો. તે ખોટને પૂરી શકાય છે, જો તમે નીચેની ગાથામાં જણાવ્યા પ્રમાણે ચેતી જાવ તો. ટાા કાયાએ દૂભવ્યા અને તેની ક્ષમા યાચ જન છૂટે રે, વચન-વિરોથે વેર વઘેલું મૈત્રીભાવે તૂટે રે. વંદું અર્થ - કાયાવડે કોઈને આપણે દુભવ્યા હોય તો તેની માફી માંગીને છૂટી શકાય છે. કોઈની સાથે નહીં કહેવા યોગ્ય વચન બોલવાથી વધેલું વેર, તેની સાથે ફરીથી મૈત્રીભાવ એટલે પ્રેમભાવ રાખવાથી મટી શકાય છે. લા. એથી ઊલટો ક્રમ સેવાથી ખોટ નહીં પુરાશે રે, મનમાં વેર ઘરી હિતવચનો વદતાં, વેર ન જાશે રે. વંદું અર્થ:- એથી ઊલટો ક્રમ જેમ કે પેલા બે ઘોલ મારે તો હું ચાર મારીશ, કે પેલો બે વચન કહે તો હું ચાર કહીશ એમ કરવાથી થયેલ પાપની ખોટ કદી પુરાશે નહીં પણ વૃદ્ધિ પામશે. મનમાં વેરના ભાવો રાખી ઉપરથી મીઠું બોલવાથી પણ તે વેર નાશ પામશે નહીં. ||૧૦ના વચન-વિરોથ કરી કાયાથી સેવા કરો તન તોડી રે, તોપણ હિત નહિ સાથી શકશો, સમજી લ્યો મન જોડી રે. વંદું

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190