Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 170
________________ ૫૪ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સરળતા બીજ ઘર્મનું રે, સરળતા સુખ-મિત્ર, માયિક સુખની વાંછના રે કાણી નાવ સચિત્ર. પરમગુરુ અર્થ :- જે જીવમાં સરળતા ગુણ છે, તેમાં ઘર્મનું બીજ રોપી શકાય છે. સરળ પ્રાણી સાથે સુખને મિત્રતા છે. તે શાંતિનું સુખ અનુભવી શકે છે. - જ્યારે માયા કરીને માયિક એટલે સાંસારિક સુખ મેળવવાની જેની કામના છે, તે સચિત્ર એટલે પ્રત્યક્ષ કાણી નાવ સમાન છે. તે તેને ભવસાગરમાં ડૂબાડનાર છે. ૧૦ના ભવજળ તરવા જો ચહો રે ગ્રહો સરળતા-જહાજ, સંતોષાશે સજ્જનો રે શ્રદ્ધે શત્રુસમાજ. પરમગુરુ અર્થ :- હે ભવ્ય પ્રાણીઓ જો તમે સંસારરૂપી સમુદ્રને તરવા ઇચ્છતા હો તો સરળતારૂપ જહાજને ગ્રહણ કરો. જેથી સજ્જન પુરુષો તમારાથી સંતોષ પામશે અને તમારા પ્રત્યે કોઈને કદાચ શત્રુપણાનો ભાવ હશે; તેને પણ તમારા પ્રત્યે એવી શ્રદ્ધા રહેશે કે આનાથી માયા પ્રપંચ થઈ શકે એમ નથી. ૧૧ાા સરળભાવે દોષ થતાં રે ભૂલ તે ઠપકાપાત્ર; સરળ ને સન્માર્ગને રે અંતર અંગુલ માત્ર. પરમગુરુ અર્થ - સરળ ભાવથી કોઈ દોષ થઈ જાય તો તે જીવની ભૂલ ઠપકા માત્રથી સુધારી શકાય છે. ભગવાન શ્રી ઋષભદેવના શિષ્યો સરળ અને જડ હતા. અને શ્રી અજીતનાથ ભગવાનથી લગાવીને શ્રી પાર્શ્વનાથ ભગવાન સુઘીના શિષ્યો સરળ અને પ્રાજ્ઞ હોવાથી ઠપકા માત્રથી સુઘરી જતા હતા. જ્યારે મહાવીર ભગવાનના શિષ્યો વાંકા અને જડ હોવાથી શીધ્ર સુધરી શકતા નથી. સરળ જીવ અને સન્માર્ગ વચ્ચે અંગુલ માત્રનું જ અંતર છે; અર્થાત્ સરળ જીવ તત્ત્વ પામવા માટે ઉત્તમ પાત્ર છે. “વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.” (વ.પૃ.૧૭૧) I/૧૨ા સરળ જીંવનું ધ્યેય તો રે હોય જ શુદ્ધ સ્વરૂપ; માનાદિને હેય ગણે રે જાણે એ અઘરૂપ. પરમગુરુ અર્થ :- આત્માર્થી એવા પ્રજ્ઞાસહિત સરળ જીવનું ધ્યેય તો શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવાનું જ હોય છે. સરળ જીવ માનાદિ, કષાયભાવોને ત્યાગવા યોગ્ય ગણે છે. કેમકે ચારે કષાયોને તે અઘ એટલે પાપરૂપ માને છે. ૧૩. ત્યાગ પ્રપંચોનો કરે રે, ચૂકે ન નિજ સ્વરૂપ; સ્વફૅપમાં સંતોષ ઘરે રે ઓળખી માયારૂપ. પરમગુરુ અર્થ :- એવા સરળ ઉત્તમ આત્માર્થી જીવો માયા પ્રપંચનો ત્યાગ કરે છે. અને નિજ આત્મસ્વરૂપ પ્રાતિના ધ્યેયને કદી ચૂકતા નથી. તથા માયાકપટના ભયંકર ફળ જાણી તે પોતાના આત્મસ્વરૂપમાં રહેવામાં સંતોષ માને છે. ૧૪ ઘન, સ્વજન નિજ માનતાં રે કરે મમત્વ પ્રવેશ, ઑવ જુદો જાગ્યે જશે રે માયાશલ્ય અશેષ. પરમગુરુ,

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190