Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 145
________________ (૪૫) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૪ ૫ ૧૭ કરતી હોય એમ જણાતું હતું. લા. ધૂળ શમી કે સેનાપતિની આજ્ઞાથી સૌ યુદ્ધ કરે, વાદળથી જળ-ઝડીઓ જેવી વિરકરથી શર-વૃષ્ટિ સરે; નિમકહલાલી નૃપની કરવા, મરવા સૈનિક-ગણ તલસે, વેતન-ત્રણને ફેડવવા તે જીંવનદાન દેવા ઊલસે. ૧૦ અર્થ - જ્યારે ધૂળ શમી ગઈ કે સેનાપતિની આજ્ઞાથી સૌ યુદ્ધ કરવા લાગ્યા. વાદળમાંથી જેમ જળની ઝડીઓ વર્ષે તેમ વીરપુરુષોના હાથથી શર એટલે બાણોની વૃષ્ટિ થવા લાગી. જેનું નમક ખાધું છે એવા રાજાની ફરજ બજાવવા માટે સૈનિક ગણ ઉત્સુક હતા અને પગારરૂપી ઋણને પતાવવા માટે પોતાનું જીવનદાન દેવોને પણ ઉલ્લાસપૂર્વક તૈયાર હતા. (૧૦ગા. નથી જોવું નિજ સેનાનું હા! મરતું કે ડરતું કોઈ, એમ ગણીને પ્રથમ લડીને વર મરે જાણી જોઈ; બાણાદિક વિર તદન છોડે, પણ બરછી આદિ અર્થી, પણ અસિ આદિ અલ્પ ન છોડે; જામી અતિ સ્પર્શાસ્પર્શી. ૧૧ અર્થ - પોતાની સેનામાં હા! કોઈ મરતું હોય કે કોઈ ડરતું હોય તેને અમારે જોવું નથી; એમ માનીને તે વીર પ્રથમ જ જાણી જોઈને લડી મરતા હતા. જમણા અને ડાબા બેયહાથમાં છોડવા યોગ્ય, અરથા છોડવા યોગ્ય, કે નહીં છોડવા યોગ્ય એવા બધા પ્રકારના શસ્ત્રો ઘારણ કરીને લડી રહ્યાં હતા. બાણાદિક અસ્ત્રોને તદ્દન છોડતા હતા. પણ બરછી આદિ શસ્ત્રોનો અર્થો ઉપયોગ કરતા હતા. પણ અસિ એટલે તલવાર આદિનો ઉપયોગ અલ્પ પણ કરતા ન હતા. છતાં પરસ્પર યુદ્ધમાં અતિ સ્પર્શાસ્પર્શી જામી હતી. ૧૧ાા મર્મભેદક એક જ બાણે પ્રાણ હરે મોટા ગજના, અસ્ત્રા સમ શરથી શત્રના વાળ હરે અર્થી મૂંછના; ઘણાં બાણ કોઈ ગજને વાગ્યાં લોહીં વહે જાણે ઝરણાં, ગેશિખરથી ઝરતાં, તેમાં નેતરનાં ઊગ્યાં તરણાં. ૧૨ અર્થ :- મર્મભેદક એવા એક જ બાણથી મોટા હાથીઓના પ્રાણ હરી લેતા હતા. દાઢી કરવાના અસ્ત્ર સમા બાણ વડે કોઈ શત્રના મૂછના અર્થો વાળ પણ હરી લેતા હતા. ઘણા બાણ કોઈ હાથીને વાગવાથી એવુ લોહી વહેવા લાગ્યું કે જાણે કોઈ લોહીનું ઝરણું હોય અને વળી તે લાલ ગેરુના પહાડના શિખર ઉપરથી ઝરતું હોય, અને તેમાં વળી બાણ છે તે તો નેતર એટલે સોટીના જાણે તરણા ઊગ્યા હોય તેમ ભાસતું હતું. //૧૨ાાં રાવણ દેખે નિજ સેનાને છિન્નભિન્ન થઈ જત જ્યારે, નાખે માયામય સીતાનું મસ્તક રામ નક ત્યારે, રામહૃદય મોહે મૂંઝાયું, કહે વિભીષણ, “કપટ ગણો, સતી સીતાને સ્પર્શી શકે ના આપ વિના કો માત-જણ્યો. ૧૩ અર્થ :- રાવણ જ્યારે પોતાની સેનાને છિન્નભિન્ન થતી જુએ છે ત્યારે માયાવડે સીતાનું મસ્તક

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190