________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
અર્થ :– એવી મુનિદશા જ્યાં સુધી આવી નથી ત્યાં સુધી આત્માદિ વસ્તુના વાસ્તવિક સ્વરૂપને સમજવા માટે સત્સંગની ઉપાસના કરવી યોગ્ય છે. સત્સંગની ઉપાસના કરવા માટે અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ રાખવા જોઈએ તેથી અસત્સંગનો પ્રસંગ ટળે છે અને સત્સંગ કરવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. “આરંભપરિગ્રહનું અપત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ફ્લેશ અને સર્વ દુઃખથી રનિ એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.’” (વ.પૃ.૪૫) ||||
ચિત્ત વિત્ત ને પાત્રના યોગ અલભ્યની શોથ, પ્રભુજી; યોગાનુયોગે મળી જતાં સહજે આતમબોઘ, પ્રભુજી. રાજ॰
૫૨૬
અર્થ :– ચિત્ત એટલે મન તેને મોક્ષ પ્રાપ્ત કરવાની અભિલાષા, વિત્ત એટલે ન્યાયપૂર્ણ ધનધાન્યાદિનો યોગ અને પાત્ર એટલે ઉત્તમ એવા જ્ઞાનીપુરુષનો યોગ મળવો ઘણો દુર્લભ છે. તેની શોથ કરવી જોઈએ. યોગાનુયોગે પૂર્વ પુણ્યના બળે આ ત્રણેય કારણો ભેગા મળી જાય તો સહજે આત્મા સંબંઘીનું જ્ઞાન થવા યોગ્ય છે.
ચિત્ત, વિત્ત અને પાત્ર વિષે શ્રી ઋષભદેવ ભગવાનનું દૃષ્ટાંત
=
ધનશેઠનું દૃષ્ટાંત ઋષભદેવ ભગવાનનો જીવ પૂર્વભવમાં ઘનશેઠ નામનો સાર્થવાહ હતો. એ એકવાર વસંતપુર જવા માટે લોકો સાથે નગર બહાર નીકળ્યો. ત્યાં ધર્મઘોષ આચાર્ય, સાર્થવાહ પાસે અને કહ્યું કે અમે પણ વસંતપુર જવા માટે તમારી સાથે આવીએ. એ સાંભળીને ઘનશેઠ સાર્થવાહ કહે—દે ભગવાન, આજે હું ધન્ય બની ગયો કે આપ મારી સાથે પધારો છો.
આવ્યા
આચાર્ય ભગવંતને સાથે લીઘા પછી કામના કારણે ઘનશેઠ તેમને ભૂલી ગયા. આચાર્ય પાસે જઈ શેઠે પાતાના પ્રમાદાચરણની ક્ષમા માગી કહ્યું : મેં આપને સાથે લીધા પણ અન્નવસ્ત્રાદિવર્ડ આપનો સત્કાર કર્યો નહીં. હવે આપ મારે ત્યાં વહોરવા પધારો. તેથી સુરિએ પોતાના શિષ્યોને આહાર લેવા સાથે મોકલ્યા. શેઠ ઘરમાં જઈને જુવે છે તો વહોરવા લાયક અન્નપાનાદિ કાંઈ હતું નહીં. પણ ત્યાં તાજુ ઘી આવેલ પડ્યું હતું તે લઈને પોતાને કૃતાર્થ અને ધન્ય માનતો જેનું શરીર રોમાંચિત્ત થયું છે, અને ચિત્ત ઉલ્લાસિત થયું છે એવા સાર્થપતિએ સાધુને સ્વહસ્તે ઉત્તમ વિત્તરૂપ થી વહોરાવ્યું અને ભાવપૂર્વક વંદના કરી. ઉત્તમ પાત્ર એવા મુનિએ ધર્મલાભ આપ્યો. સાર્થવાહને એ દાનના પ્રભાવથી મોક્ષવૃક્ષના બીજરૂપ દુર્લભ એવું બોઘબીજ પ્રાપ્ત થયું. એ બોધ બીજ વૃદ્ધિ પામતું બારમા ભવે ઋષભદેવ ભગવાન તીર્થંકરરૂપે થઈ કેવળજ્ઞાન પામી ઘણા જીવોને પ્રતિબોધ પમાડીને મોક્ષે પધાર્યા.
આમ ચિત્ત, વિત્તને પાત્ર ત્રણેયનો યોગ મળતાં આત્મબોધને પામી કાળાંતરે મોક્ષમાં જઈ તે બિરાજમાન થયા. ||૩||
અસાર આ સંસારના ક્ષણિક ભોગ-વિલાસ, પ્રભુજી;
ઊંડો વિચાર કરી તજું માયિક સર્વ મીઠાશ, પ્રભુજી. રાજ
અર્થ :— આ સંસારના સર્વ ભોગવિલાસ ક્ષણિક અને અસાર છે. તે સર્વે માયિક એટલે સંસારિક સુખમાં રહેલ મારી મીઠાશ એટલે સુખબુદ્ધિનો ઊંડો વિચાર કરીને તેને તજું, તો જ મારું આત્મહિત