Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 152
________________ ૫ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવને હું ભાવભક્તિસહિત પ્રણામ કરું છું. તેમના ઉપદેશને અનુસરવામાં વિઘ્ન કરનાર એવા લૌકિક ઘરના કે સમાજના કામોને હે પ્રભુ! હવે હું મુખ્યતા આપું નહીં. કેમકે પરમકૃપાળુદેવે પત્રોમાં જણાવ્યું છે કે : લોક દ્રષ્ટિમાં જે જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતો અને વસ્તુઓ, શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લોકવૃષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ઘર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ઘારો છો તે વૃત્તિનો લક્ષ ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેરદૃષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે.” (વ.પૃ.૫૬૨) “લોકની દ્રષ્ટિને જ્યાં સુધી આ જીવ વમે નહીં તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિનું વાસ્તવિક માહાભ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી.” (વ.પૃ.૫૬૦) “લોક દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે.” (૨.૫.૯૧૩). “લૌકિક અને અલૌકિક એવા બે ભાવ છે. લૌકિકથી સંસાર, અને અલૌકિકથી મોક્ષ.” (વ.પૃ.૭૦૦) “લૌકિકદ્રષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકદ્રષ્ટિએ કોણ પ્રવર્તશે?” (વ.પૃ.૩૧૪) હે પ્રભુ! હવે તો મેં નામ માત્ર કહેવાતા જગતસુખની આપ પ્રત્યે યાચના કરવાનું મૂકી દઈ આપની કપાથી નિર્મોહી એવા પરમકૃપાળુદેવને જ મારા નાથ તરીકે સ્વીકાર્યા છે. મારા આત્માના હિત અર્થે તેમનું શરણ ગ્રહણ કર્યું છે. એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી પોતાના અંતરનો ભક્તિભાવ પ્રગટ કરે છે. જેના સગુરુ-બોઘ વિચારતાં, ટળે દેહ-અહંકાર, પ્રભુજી; દશા વિદેહી તે વર્યા, ભાવ-દયા-ભંડાર, પ્રભુજી. રાજ, અર્થ - હે પ્રભુ! સદ્ગુરુ પરમકૃપાળુદેવના બોઘને વિચારતાં મારા દેહ પ્રત્યેનું અભિમાન ટળવા માંડે છે અને દેહ પ્રત્યેનો અહંભાવ ગળવા માંડે છે. કેમ કે મારા ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ વિદેહદશાને પામેલા છે અને ભાવદયાના ભંડાર હોવાથી ઉપદેશ પણ એવો જ આપે છે. //રા ચારે ગતિ દુઃખથી ભરી, કર્મતણો બહુ ભાર, પ્રભુજી; માનવદેહ વિષે બને સપુરુષાર્થ પ્રકાર, પ્રભુજી. રાજ અર્થ :- હવે સ્વદેશ જવા માટે પરમકૃપાળુદેવે શો ઉપદેશ આપ્યો છે તે જણાવે છે : હે ભવ્યો! નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ એ ચારેય ગતિ બહુ દુઃખથી ભરેલી છે. તમારા આત્મા ઉપર જ્ઞાનાવરણિયાદિ આઠેય કર્મનો ઘણો ભાર હોવાથી આ ચારેય ગતિમાં તે કર્મના ફળમાં જીવને ઘણા જ દુઃખ ભોગવવા પડે છે. એક મનુષ્ય દેહ જ એવો છે કે જેમાં સ્વદેશ એટલે મોક્ષ જવાનો સંપૂર્ણ સત્પરુષાર્થ બની શકવા યોગ્ય છે. “શાતા વેદનીય અશાતાવેદનીય વેદતાં શુભાશુભ કર્મનાં ફળ ભોગવવા આ સંસારવનમાં જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે.” એ ચાર ગતિ ખચીત જાણવી જોઈએ. ૧. નરકગતિ- મહારંભ, મદિરાપાન, માંસભક્ષણ ઇત્યાદિક તીવ્ર હિંસાના કરનાર જીવો અઘોર નરકમાં પડે છે. ત્યાં લેશ પણ શાતા, વિશ્રામ કે સુખ નથી. મહા અંઘકાર વ્યાપ્ત છે. અંગછેદન સહન કરવું પડે છે, અગ્નિમાં બળવું પડે છે અને છર૫લાની ઘાર જેવું જળ પીવું પડે છે. અનંત દુઃખથી કરીને જ્યાં પ્રાણીભૂતે સાંકડ, અશાતા અને વિવિલાટ સહન કરવો પડે છે, જે દુઃખને કેવળજ્ઞાનીઓ પણ કહી

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190