Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 159
________________ (૪૬) સ્વ-દેશ-બોધ ઉપરાઉપરી આપદા પ્રેરે પાપ-પ્રકાર પ્રભુજી; નરક ભયંકર નોતરે; ટકે ન તિ-વિચાર, પ્રભુજી. રાજ અર્થ :– હે પ્રભુ! આ સંસારમાં ઉપરાઉપરી અનેક પ્રકારની આધિ વ્યાધિ કે ઉપાધિની આપદાઓ આવતાં છતાં પણ મધુબિંદુના દૃષ્ટાંત સમાન ત્યાં જ વળગી રહી પાપના પ્રકારોમાં જ મારો જીવ પ્રેરાય છે, પણ તેને છોડવા ઇચ્છતો નથી. તો તે પાપના વિચારો મારા માટે નરકને નોતરું આપશે. કેમકે આત્મહિતના વિચારો મારા મનમાં ટકવા જોઈએ તે ટકતા નથી. તો મારે હવે તે માટે શું કરવું? તે આપ જણાવો. ૨૬ના નથી નિર્ણય નિજ રૂપનો ક્યાંથી થશે કલ્યાણ, પ્રભુજી? ભાન વિના ભમતો ફરું ભૂત-ભ્રમિત સમાન, પ્રભુજી, રાજ અર્થ :– હે પ્રભુ! હજી મને મારા પોતાના સ્વરૂપનો નિર્ણય નથી કે હું કોણ છું? તે આત્મસ્વરૂપને જાણ્યા વિના હે પ્રભુ! મારું કલ્યાણ કેમ થશે? મોહરૂપી ભૂત લાગવાથી ભ્રમિત થયેલો એવા હું સ્વભાવને ભુલી ચારગતિરૂપ ઘોરવનમાં ભમ્યા જ કરું છું. ।।૨૭।। કુશાસ્ત્રાદિ વિનોદમાં ગાળું હું દુર્લભ કાળ, પ્રભુજી; કરવા યોગ્ય કરું નહીં, લીથી ન નિજ સંભાળ, પ્રભુજી. રાજ ૫૩૧ અર્થ :— હે પ્રભુ! આત્માર્થ પોષક શાસ્ત્રોને મૂકી દઈ; મિથ્યાત્વ પોષક કુશાસ્ત્રો કે છાપાઓ કે મોક્ષપોષક નવલકથાઓના વિનોદમાં મારો આ દુર્લભ મનુષ્યભવનો સમય ગાળું છું. આ માનવદેહમાં અચૂક કરવા યોગ્ય આત્મકાર્યને હું કરતો નથી. જેથી મારા આત્માની નિજ સંભાળ લેવાનું કાર્ય આવા પ્રાસ અમુલ્ય અવસરમાં પણ પડ્યું એ છે, તો મારું સ્વદેશરૂપ મોક્ષગમન કેવી રીતે થશે? IIરતા સમભાવે પગ ના ટકે, મમતા નહીં મુકાય, પ્રભુજી; વેષ ઘરું ભવનાટકે, સ્વભાવ નિત્ય ચુકાય, પ્રભુજી. રાજ અર્થ :– સમભાવ જે આત્માનું ઘર છે - સ્વધામ છે, ત્યાં મારો પગ ટકતો નથી, અર્થાત્ સ્વભાવમાં મન સ્થિર રહેતું નથી. અને સર્વ દુઃખનું મૂળ મમતા છે. તે પરમાં મારાપણું કરવાનો ભાવ હજુ સુઘી મારા મનમાંથી મૂકાતો નથી. તેના કારણે આ સંસારમાં હું અનેક પ્રકારના નવા નવા દેહ ઘારણ કરીને નાટક કર્યાં કરું છું. અને જે મારો નિત્ય આત્મ સ્વભાવ છે તેને ચૂકી જાઉં છું. એક ભવમાં પણ જ્ઞાનીપુરુષની આજ્ઞાએ ઘર્મ આરાધું તો મારો અનંત સુખરૂપ આત્મસ્વભાવ પ્રાપ્ત થઈ મારું આ ભવનાટક અટકી જાય; પણ હજી હું તેમ કરતો નથી. રા કૃત-કારિત-અનુમોદને ધર્મ ત્રિવિધ સથાય, પ્રભુજી; મન, વાણી, તન યોજતાં નવઘા ઘર્મ-ઉપાય, પ્રભુજી. રાજ॰ અર્થ :— કરવું, કરાવવું અને અનુમોદવું એમ ઘર્મ ત્રણ પ્રકારે સાથી શકાય છે. તેમાં પણ મન, વાણી અને શરીર સાથે તેની યોજના કરતાં તે ધર્મ નવ પ્રકારે આરાધી શકાય છે. જેમકે મનથી કરવું, કરાવવું, અનુમોદવું, વચનથી કરવું, કરાવવું, અનુમોદવું કે કાયાથી કરવું, કરાવવું અનુમોદવું. એમ નવ પ્રકારે ઘર્મ આરાધનાના ઉપાય ભગવંતે જન્નાવ્યા છે. ।।૩।

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190