________________
४८०
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આ ત્રણેયના દેહને દેવનું મુકુટ અડતાં તેમાંથી પ્રદીપ થતો જે અગ્નિ તે આમ ત્રણ પ્રકારે સુર-યજ્ઞ અર્થાત દેવતાઓનો યજ્ઞ કહેવાય છે. ૩૦
યજ્ઞકુંડ ત્રણ કરી આહુતિ રૂપ અક્ષત, ફળ, પુષ્પાદિ ભક્તિથી હોમી દાન દેવું તે ગૃહસ્થયજ્ઞ વિધિ સાદી, પિતા, પિતામહ સિદ્ધિ પામ્યા, સ્મૃતિ તેની કરવા કરતા,
મંત્રાક્ષર સહ વેદવિધિ, નિર્દોષ આત્મપદ અનુસરતા. ૩૧ અર્થ :- હવે ગૃહસ્થયજ્ઞ વિષે જણાવે છે :
ભગવાનની પ્રતિમા સમક્ષ યજ્ઞ એટલે પૂજા અર્થે ત્રણ કુંડ અર્થાત્ કુંડાળા કરી તેમાં અક્ષત એટલે ત્રણ વર્ષ જૂના ચોખા અને ફળ તથા પુષ્પાદિકને ભક્તિપૂર્વક પ્રભુને ભાવથી ચઢાવવા અને શુભક્ષેત્રમાં દાન આપવું તે ગૃહસ્થયજ્ઞની સાદી વિધિ છે.
પોતાના પિતા કે પિતામહ અર્થાતુ દાદા સમાધિમરણરૂપ સિદ્ધિને પામ્યા હોય, તેમની સ્મૃતિ નિમિત્તે મંત્રાલર સાથે આગમ અનુસાર પૂજા વગેરેની વિધિ, આપણે નિદૉષ આત્મપદને પામવા માટે કરીએ છીએ. તે પણ ગૃહસ્થ યજ્ઞ અર્થાત્ ગૃહસ્થની ભગવત પૂજાનો એક પ્રકાર છે. ૩૧ાા.
દેવયજ્ઞની વળી વિધિ છે દ્રવ્ય, ક્ષેત્ર આદિક ભેદે, તીર્થંકર-કલ્યાણક પાંચે પુનિત વિધિ વર્ણિત વેદે; એમ મુનિવરગૃહસ્થ-આશ્રિતયજ્ઞ-વિધિ-ફળ આમ કહે :
સાક્ષાત્ મુક્તિ પ્રથમ વિધિથી, પરંપરાએ અન્ય લહે.”૩ર અર્થ:- દેવયજ્ઞ એટલે દેવોની પૂજા વિધિ. તે વળી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદે જુદી છે. તીર્થંકર ભગવાનના પાંચે પવિત્ર કલ્યાણકોની વિધિ દેવો કરે છે. તેમાં ઉત્તમ દ્રવ્ય, ક્ષીર સમુદ્રનું જળ વગેરે લાવી, મેરુપર્વત જેવા ક્ષેત્રમાં કે નંદીશ્વર દ્વીપ ક્ષેત્રે અઠ્ઠાઈ મહોત્સવ કરી, ભગવાનના ગર્ભ અવતરણ કે જન્મ સમય વગેરેનો કાળ જાણી, ભાવભક્તિ સહિત ભગવત્ પૂજા-યજ્ઞ કરીને પોતાના સમકિતને દ્રઢ કરે છે; તે સમયે કોઈ નવા દેવો પણ સમકિતને પામે છે. એમ આગમમાં મુનિવરને કરવાયોગ્ય યજ્ઞ કે ગૃહસ્થને કે દેવોને કરવા યોગ્ય યજ્ઞની વિધિનું ફળ આ પ્રમાણે જણાવે છે. ઉપર જણાવેલ મુનિવરને કરવા યોગ્ય પ્રથમ યજ્ઞવિધિથી તો સાક્ષાત્ મોક્ષની પ્રાપ્ત થાય છે અને ગૃહસ્થને કરવા યોગ્ય કે દેવોને કરવા યોગ્ય યજ્ઞ વડે પરંપરાએ તે મુક્તિનું કારણ બને છે. ૩રા
મહાબલ સેનાપતિ બોલે ત્યાં “પ્રસ્તુત વિષય કૈંક ભણું, પાપ-પુણ્ય ગમે તે હો પણ કુંવર-કસોટી-પ્રસંગ ગણું.” સેનાપતિની વાત સુણી નૃપ વદે: “વિચાર કરવા જેવી
ઘણી અગત્યની વાત ગણું હું, પુરોહિત-સંમતિ લેવી.” ૩૩ અર્થ - રાજા દશરથના સેનાપતિ મહાબલ ત્યાં રાજસભામાં બોલી ઊઠ્યા કે પ્રસ્તુત વિષયમાં હું પણ કંઈક કહેવા ઇચ્છું છું. પાપ કે પુણ્યનો ગમે તે આ પ્રસંગ છે પણ હું તો આ રાજકુમારોની કસોટીનો પ્રસંગ ગણું છું. સેનાપતિની વાત સાંભળીને રાજા બોલ્યા : આ વાતને હું ઘણી વિચાર કરવા જેવી અગત્યની ગણું છું. એમાં રાજપુરોહિતની પણ સંમતિ લેવી જોઈએ. //૩૩ાા.