________________
મન, વચન, કાયાના યોગો, ભીતરી આનન્દ મળતાં કેવી રીતે છૂટે છે એની મઝાની વાત આ રીતે કહેવાઈ છે :
અનુભવ રસ આસ્વાદતાં, કરતાં આતમધ્યાન સલુણા;
વચન તે બાધક ભાવ છે, ન વદે મુનિ અનિદાન સલુણા. અષ્ટ૦ આત્મગુણોની અનુભૂતિની ધારામાં ઝૂમતો સાધક. એ ઝૂમવાની ક્ષણોમાં શબ્દો છૂટી જાય છે. પરની ઇચ્છા જેની છૂટી ગઈ છે એવા - અનિદાન - મુનિ વચનયોગથી મુક્ત !
યક્ષપ્રશ્ન સાધકે પોતાની જાત માટે આ કરવાનો છે : સ્વરૂપ . સ્થિતિની પ્રબળતમ ઝંખના પોતાને છે ?
ઝંખનાની પૃષ્ઠભૂ ભક્તિના માર્ગે થતી વિરહવ્યથાની અનુભૂતિ જેવી
છે.
ભક્તને પ્રભુની વિરહવ્યથાની અનુભૂતિ ક્યારે થાય છે ? એકવાર અલપ ઝલપ પ્રભુના ગુણોનો સાક્ષાત્કાર થયો. પહેલાં ક્યારેય ન અનુભવેલ હોય તેવી આનન્દધારા એ સાક્ષાત્કાર વડે અનુભવી... પણ પછી, અનાદિની સંજ્ઞાઓ સવાર થઈ જાય છે અને પેલી ધારા છૂટી જાય છે.
હવે ?
હવે અનાદિની ધારામાં વહેવું ગમતું નથી અને પેલી ધારા મળતી નથી. આ ક્ષણો અકળાવનારી છે. અહીં છે પ્રબળ ઝંખના પ્રભુગુણના સાક્ષાત્કારની.
સ્વરૂપસ્થિતિની પ્રબળ ઝંખના માટે પણ આવું કંઈક થાય. અલપ ઝલપ, થોડી ક્ષણો માટે, જ્ઞાતાભાવ કે દ્રષ્ટાભાવમાં રહેવાનું થાય. એ ક્ષણોનો આનન્દ અનુભવાય... પણ ફરી, રાગ આદિની ધારામાં જતાં આ ક્ષણો છૂટી જાય.
૧૬
પ્રગટ્યો પૂરન રાગ