Book Title: Pragatyo Puran Rag
Author(s): Yashovijaysuri
Publisher: Pulinbhai Rajendrabhai Shah

View full book text
Previous | Next

Page 108
________________ નિશ્ચય સાધનાનું સ્પષ્ટીકરણ પૂ. ઉપા. યશોવિજય મહારાજે એક પ્રશ્નના જવાબમાં કરેલ છે. પ્રશ્ન આવો હતો : જિનપૂજા આદિમાં શુભ ભાવ વડે પુણ્યબન્ધ થાય છે. એમાં ધર્મ તો નથી. પ્રશ્ન કર્તા શુભ ભાવજન્ય ક્રિયાને પુણ્યનું - આશ્રવનું કારણ માની ધર્મ માનવા તૈયાર નથી.૨ : જવાબ આ રીતે અપાયો છે ઃ નિશ્ચય ધર્મ તો છે શુદ્ધાત્મદશા; જે મોક્ષમાં હોય છે. આ સ્વરૂપસ્થિતિ - શુદ્ધાત્મદશા તે નિશ્ચય ધર્મ. એની પ્રાપ્તિ માટેના જે જે માર્ગો, જે તે ગુણસ્થાનકના સન્દર્ભમાં છે તે બધા જ વ્યવહાર ધર્મ થશે. એટલે કે અપ્રમત્ત મુનિત્વ કે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ અથવા શુક્લધ્યાન આરોહણ આ બધું જ વ્યવહાર સાધના થશે. કારણ કે નિશ્ચય સાધના - આપણું ધ્યેય છે સ્વરૂપ પ્રાપ્તિ. પણ એ વ્યવહાર સાધના નિશ્ચયનું કારણ હોવાથી કારણ અને કાર્યમાં કથંચિત્ એકાકારતા કરીએ ત્યારે - નિશ્ચય સાધના કહેવાય.૩ બીજી વાત : જિનપૂજા વગેરે શુભ યોગ દ્વારા દ્રવ્યાશ્રવ જરૂર થશે, પુણ્યબન્ધ જરૂર થશે; (પુણ્યબન્ધની ઇચ્છા નથી પણ થઈ જાય છે માટે દ્રવ્યાશ્રય.) પરંતુ એથી આત્મભાવમાં સ્થિરતા રૂપ ધર્મને હાનિ નથી પહોંચતી. કારણ કે પ્રભુની દ્રવ્યપૂજા જ ભાવપૂજાનું કારણ બનશે. ૪ ૨. અવર કહે પૂજાદિકઠામે, પુન્યબંધ છે શુભપરિણામે; ધર્મ ઈહાં કોઈ નવ દીસે, જિમ વ્રતપરિણામે ચિત્ત હીંસે...૧૦૫ ૩. નિશ્ચયધર્મ ન તેણે જાણ્યો, જે શૈલેશી અંતે વખાણ્યો; ધર્મ અધર્મ તણો ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલતારી... ૧૦૬ તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે; તેહ ધરમ વ્યવહારે જાણો, કારજ કારણ એક પ્રમાણો ..૧૦૭ - ૪. શુભયોગે દ્રવ્યાશ્રય થાય, નિજપરિણામે ન ધર્મ હણાય...(૧૧૦) ભાવસ્તવ એહથી પામીજે, દ્રવ્યસ્તવ એ તેણે કહીજે; દ્રવ્ય શબ્દ છે કારણવાચી, ભ્રમે મ ભૂલો કર્મ નિકાચી. (૧૧૩) પ્રગટ્યો પૂરન રાગ ૧૦૧

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150