Book Title: Pragatyo Puran Rag
Author(s): Yashovijaysuri
Publisher: Pulinbhai Rajendrabhai Shah

View full book text
Previous | Next

Page 147
________________ એમ લાગ્યું કે જગદ્ગુરુએ ઉનાના પોતાના અન્તિમ ચાતુર્માસમાં દૂર રહેલ પોતાના આ અન્હેવાસીને સાધનાની ગુહ્યતમ વાતો જણાવવા બોલાવ્યા હશે. વિનીત શિષ્ય સદ્ગુરુને મળે એ અગાઉ જ મહાગુરુએ ચિરવિદાય લીધી. પરંતુ પરંપરાના મર્મજ્ઞ વિજયસેનસૂરિ મહારાજ જગદ્ગુરુશ્રીના આભામંડળમાં બેઠા હશે અને સાધનાની અણજાણ કડીઓ, કેડીઓ ખૂલવા લાગી હશે. આપણા યુગમાં પણ થોડાક સાધકો આ સ્થળે બેસી ધ્યાનમાં જગદ્ગુરુની ઑરાને ઝીલે અને શ્રીસંઘને સાધનાનું બળ આપે એવો વિચાર થયેલો. કદાચ એ પણ એ પવિત્ર આન્દોલનો દ્વારા પ્રેષિત વિચાર હશે. દાદાશ્રી નેમિનાથ ભગવાનના અને જગદ્ગુરુનાં આન્દોલનોમાં ભીંજાયેલ સ્વાધ્યાય અહીં પ્રસ્તુત છે. આચાર્ય યશોવિજયસૂરિ ૧૪૦ કદમ્બગિરિ તીર્થ, ચૈ.સુ.૧૦, ૨૦૬૬ પ્રગટ્યો પૂરન રાગ

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150