________________
એ દ્વારા માંગલિક થતી વખતે “ૐ હું અહં શ્રી નેમિનાથ સ્વામિને નમઃ” નો સમવેત સ્વરે થતો મત્રોચ્ચાર કાનમાં આજે પણ ગુંજી રહ્યો છે. અને એથી જ, અજારા તીર્થમાં પાંચ દિવસ સાંજની ભક્તિ પછી હું મુનિશ્રી કલ્પજ્ઞવિજયને અને ધર્મરુચિવિજયને ગિરનારના લયમાં જ અજારા પાર્શ્વનાથ પ્રભુના નામના મત્રોચ્ચાર માટે કહેતો. અને એ મન્નધ્વનિ સાંભળતાં પ્યાસી આંખો પુકારી બેસતી : “પ્રભુના ગર્ભગૃહનાં દ્વાર અહીં તો બંધ નહિ થઈ જાયને !”
ના, ત્યાં તો અમે વિદાય લઈએ ત્યાં સુધી પ્રભુ અમને જોયા કરતા. પૂજ્ય આનન્દઘનજી મહારાજ રચિત શ્રી નેમિનાથ પ્રભુની સ્તવનાની આ કડી - અર્થના ફેરફાર સાથે - તે વખતે મનમાં રમી રહેતીઃ
જિણ જોણે તુજને જોઉં રે, તિણ જોણે જુઓ રાજ; એકવાર મુજને જુઓ રે, તો સીઝે મુજ કાજ..૧૩
પ્રભુ ! હું ભીની ભીની આંખે તમને નિહાળી રહ્યો છું. તમે પણ વાત્સલ્યસભર આંખે એકવાર મને જુઓને !
ગિરનાર તીર્થમાં નેમિનાથ પ્રભુના દર્શન માટે કલાકો બેસીએ, પણ તૃપ્તિ ન થતી. એક ચુમ્બકીય આકર્ષણ અનુભવેલું.
અભિષેક વખતે તો કેવું અપૂર્વ દૃશ્ય જોવા મળતું ! મુંબઈથી પ્રભુભક્તિ અને તીર્થભક્તિ માટે ઘણા સમયથી આવીને ગિરનાર તીર્થમાં રહેતા ભક્ત બચુભાઈ દૂધના મોટા કળશો પ્રભુ પર ઢોળે ત્યારે શ્યામશ્વેત રંગનો અપૂર્વ જાદૂ જોવા મળતો. પૂ. ઉદયરત્નજી મહારાજની સ્તવનાનું મુખડું યાદ આવતું : “રાધા જેવાં ફૂલડાં, ને શામળ જેવો રંગ....”
૧૩૪
પ્રગટ્યો પૂરન રાગ