Book Title: Pragatyo Puran Rag
Author(s): Yashovijaysuri
Publisher: Pulinbhai Rajendrabhai Shah

View full book text
Previous | Next

Page 144
________________ આંસુઓ એક દિવસ મારા, તુજને પીગળાવશે; આશ છે એવી હૃદયમાં, એક દિ તું મળવા આવશે...” પ્રશમ ! “આવશે” ની વાત ક્યાં છે ? પ્રભુ તો આ રહ્યા ! આવી ગયા, મળવા. ભક્તિયોગાચાર્યોની વાણી યાદ આવે : પ્રભુ તમારી ભીતર અવતરવા માટે પ્રતીક્ષા કરી રહ્યા છે. ભક્તની વિરહાસક્તિ તીવ્ર બનતાં જ પ્રભુનું અવતરણ.. દાદા ! પ્રભુ ! તમારા આ ઋણમાંથી ક્યારે મુક્ત બનીશ ? - ગિરનાર મહાતીર્થનાં આ પવિત્ર આન્દોલનોની પૃષ્ઠભૂ પર સ્વાધ્યાય થયો પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ કૃત શ્રી નેમિજિન સ્તવના પર. જે અહીં પ્રસ્તુત છે. આન્દોલનો સ્વાધ્યાયની ક્ષણોને કેવી રીતે ઊચકે છે એ અહીં અનુભવાયું. અહીં તમારે બોલવું નથી કે લખવું નથી. પ્રભુકૃપા જ અહીં મુખરિત બને છે. આન્દોલનોની ધારામાં રહેવાનું, ગિરનાર મહાતીર્થથી વિહાર થયા પછી પણ, ચાલુ રહ્યું. આ જ આન્દોલનોની ધારામાં વંથલી, માંગરોળ, ચોરવાડ, વેરાવળ, પ્રભાસપાટણ, દીવ, અજારાતીર્થ, ઉના, મહુવા, કદમ્બગિરિ તીર્થની યાત્રા થયા કરી. સ્વાધ્યાય ચાલુ જ હતો. | ઉના શહેરથી નજીક આવેલ શાહબાગમાં એક રાત્રિનો થયેલો વસવાટ સ્મૃતિમાં કંડારાઈ ગયો છે. આખો બાગ નાળિયેરી અને આંબા વડે મનોરમ્ય. પ્રગટ્યો પૂરન રાગ ૧૩૭

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150