Book Title: Pragatyo Puran Rag
Author(s): Yashovijaysuri
Publisher: Pulinbhai Rajendrabhai Shah

View full book text
Previous | Next

Page 138
________________ બારમા સ્તવનની બીજી કડીના સ્તબકમાં આ સંબંધમાં સરસ વાત આવી છે : “ગણધર ભગવાન ગૌતમસ્વામીજીને પ્રભુ મહાવીર દેવ પર પ્રશસ્ત રાગ હતો. આ વિષયમાં તત્ત્વથી અણજાણ લોકો કહે છે કે ભગવાન પ્રત્યેનો પ્રશસ્ત રાગ કેવળજ્ઞાનનો અવરોધક બન્યો હતો, માટે રાગ તો ત્યાજ્ય જ છે. એમણે વિચારવું જોઈએ કે ગૌતમસ્વામીજીનો પ્રશસ્ત રાગ ક્ષાયોપથમિક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ રત્નત્રયીની સાધનાનો અવરોધક નહિ પણ દીપક હતો. છઠ્ઠી કડી ઉપરનાં ચરણોને જ થોડાક ઊંડાણથી જુએ છે. જિનગુણાનુભૂતિ માટે અહીં આ માર્ગ બતાવ્યો છે : પ્રભુધ્યાનમાં તન્મયતા લાવીને નિજસ્વરૂપમાં તન્મયતા પ્રગટાવવાની. એ તન્મયતા શુક્લધ્યાનને આપશે. અને શુક્લધ્યાન મોક્ષનું કારણ છે. - સાતમી કડીમાં સમાપન કરાય છે : પ્રભુની આજ્ઞાને બહુમાનપૂર્વક હૃદયમાં ધારવી અને તે આજ્ઞાનું પાલન કરવું આ છે પ્રભુની સેવા અને આ સેવા દ્વારા સાધનામાં વેગ લાવી સિદ્ધિ પ્રાપ્ત કરવાની. કેવો સુરેખ નકશો ! આ નકશાને હાથવગો, હૈયાવગો રાખીએ, પછી રસ્તો ભૂલી જવાનો કે બીજા માર્ગે ચઢી જવાનો ભય કેવો ? - નકશો સાથે છે. યાત્રા શરૂ કરીએ. ૬ નેમિપ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્ત્વ એકતાનો જી; શુક્લધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીયે મુક્તિ નિદાનો જી. ૬ ૭ અગમ અરૂપી રે અલખ અગોચરુ, પરમાતમ પરમીશો જી; દેવચન્દ્ર જિનવરની સેવના, કરતાં વાધે જગીશો જી. ૭ પ્રગટ્યો પૂરન રાગ ૧૩૧

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150