________________
પૂરી સ્તવનાની દોડતી યાત્રા - નકશો મઝાનો, યાત્રા આનન્દદાયિની
સ્તવનાની પહેલી કડી સાધકના લક્ષ્યને અભિચિત્રિત કરે છે. સાધકે માત્ર ને માત્ર આત્મકૃત્ય કરવું છે. શું છે નિજ કાર્ય ?"
વિભાવો-રાગ, દ્વેષ, અહમને છોડી; જ્ઞાન, દર્શન આદિ આત્મશક્તિ-આત્મગુણોને પ્રકટ કરી સાધકે સ્વરૂપદશામાં મહાલવાનું છે. - આ નિજકાર્ય કરવા માટેની સાધનાની સસૂત્ર રજૂઆત બીજી કડીથી પ્રારંભાય છે. મહાસતી રાજીમતિજીની પેઠે સાધક શ્રેષ્ઠ બુદ્ધિપ્રજ્ઞાને અવલમ્બીને પ્રભુનું / પ્રભુગુણોનું અવલમ્બન કરે છે. ઉત્તમના સંગમાં પોતાની ઉત્તમતા વધે અને ભીતરના અનન્ત આનન્દનો અનુભવ થાય.
પંચાસ્તિકાયમય આ લોકમાં અવલમ્બન કરવા યોગ્ય માત્ર પ્રભુ જ છે એ વાતની માંડણી ત્રીજી કડી કરે છે : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય વિજાતીય-જડ છે અને એ કોઈ દ્વારા ગ્રહણ કરી શકાય તેવા નથી, તેથી એ ત્રણનાં અવલમ્બનનો તો પ્રશ્ન જ નથી રહેતો.
૧. નેમિ જિનેસર નિજ કારજ કર્યું. છાંડ્યો સર્વ વિભાવો જી;
આતમશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવો જી. ૨. રાજુલનારી રે તારી મતિ ધરી, અવલંખ્યા અરિહંતો જી;
ઉત્તમસંગે રે ઉત્તમતા વધે, સધે આનન્દ અનન્તો જી. ૩. ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યો છે;
પુદ્ગલ ગ્રહવે રે કર્મકલંકતા, વાધે બાધક બાહ્યો છે.