________________
સ્તવનાની સાતમી કડી
પરમાત્માનું અદ્ભુત સ્વરૂપ
અગમ અરૂપી રે અલખ અગોચરુ, પરમાતમ પરમીશો જી; દેવચન્દ્ર જિનવરની સેવના, કરતાં વાધે જગીશો જી. ૭
રમણ મહર્ષિ પાસે એક વિદ્વાન આવેલા. તેમણે પરમાત્મા વિષે દોઢેક કલાક જેટલું લાંબું સંભાષણ કર્યું.
સંભાષણને અત્તે તેમણે મહર્ષિને પૂછ્યું : કેવું લાગ્યું આપને મારું વક્તવ્ય ?
મહર્ષિએ કહ્યું તમે પરમતત્ત્વ વિષે શબ્દો તો પાર વગરના વાપર્યા, પણ એ તત્ત્વ જોડે તમારો યોગ થયેલો લાગતો નથી. અને એટલે આ શબ્દો અહંકારની ધારા પર તમને લઈ જઈ શકે. એથી વધુ શું મળી શકે ?
કોરા શબ્દો. શો મતલબ ?
કોરા શબ્દો દ્વારા પરમાત્મા અગમ્ય છે. જો કે પ્રભુના સ્વરૂપને કહેવા માટે બધા જ શબ્દો અપ્રસ્તુત છે.
પરમાત્મ પંચવિંશતિકા કહે છે : यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः । शुद्धानुभव संवेद्यं, तद्रूपंपरमात्मनः ।। ८ ।।