Book Title: Pragatyo Puran Rag
Author(s): Yashovijaysuri
Publisher: Pulinbhai Rajendrabhai Shah

View full book text
Previous | Next

Page 130
________________ ‘પશ્યન્તી’માં પરમાત્મગુણોનું દર્શન અનુભૂતિની કક્ષાએ થાય છે. ‘પરા’માં પ્રભુના સ્વરૂપને, શુદ્ધ આત્મદશાને અનુભવી શકાય છે. ચાર ભાષા કહી છે : વૈખરી, મધ્યમા,૨ પશ્યન્તી અને પરા. આત્મા છે અનામી. નામ તો શરીરને અપાશે. આત્મા તો અનામી છે. પરંતુ વૈખરીના સ્તર પર શબ્દ પ્રયોગ થશે. ‘અતિ તાંસ્તાનું પર્યાયાન્ જાતિ તિ માત્મા...' આત્મા વિષે, શબ્દોના સ્તર પર, કલાકો સુધી સંભાષણ થાય તો પણ આત્મતત્ત્વની વિભાવના તો દૂર જ રહેવાની. ગુરુએ એક શિષ્યને કહ્યું : આત્મા વિષે તું બોલ તો. શિષ્ય દોઢ કલાક સુધી આત્મતત્ત્વ વિષે બોલ્યો. પરંતુ એના ચહેરા ૫૨ ચૈતન્યની કોઈ ચમક, આભા નહોતી. ગુરુએ એના સંભાષણને અંતે કહેલું : ભાખરીના ચિત્રથી પેટ ન ભરાય. તારી પાસે છે કોરા શબ્દો. ON મધ્યમામાં થોડુંક ચિન્તન ભળે છે. વિદ્વાન મનુષ્ય આત્મતત્ત્વ વિષે ચિન્તન કરે છે. પણ એ ચિન્તન અનુભૂતિમાં ન પલટાય તો એનો બહુ અર્થ નથી રહેતો. જલેબીના વિચારથી ભૂખ નહિ જ ભાંગે. વૈખરી અને મધ્યમા સાર્થક છે, પણ ત્યારે કે જ્યારે તેઓ પશ્યન્તી અને પરાના સાધન રૂપ બને છે. આત્મતત્ત્વનું સ્વરૂપ વાંચ્યું, સાંભળ્યું (વૈખરી), વિચાર્યું (મધ્યમા); હવે એ શ્રવણ-વાચન કે અનુપ્રેક્ષા જો આત્મતત્ત્વની અનુભૂતિ તરફ ઢળશે તો પશ્યન્તી અને પરા ઉદિત થશે. ૨. અનામીના નામનો રે, કિસ્સો વિશેષ કહેવાય ? એ તો મધ્યમા વૈખરી રે, વચન ઉલ્લેખ ઠરાય. -જ્ઞાનપંચમી દેવવંદન. પ્રગટ્યો પૂરન રાગ ૧૨૩

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150