Book Title: Pragatyo Puran Rag
Author(s): Yashovijaysuri
Publisher: Pulinbhai Rajendrabhai Shah
View full book text
________________
યોગિરાજની એ દુનિયામાં હતા પ્રભુ અને હતું એક ભક્તહૃદય. ભક્તહૃદયને પ્રભુ સાથે કેવું તો સાયુજ્ય જોઈએ છે ! કવિ કહે છેઃ
અમે હરણાંની દોડ, તમે વાંસળી મધુર; અમે તારલા ચૂક, તમે તેજે ભરપૂર... અમે ઝરણાનું ગીત, તમે સાગર સંગીત; અમે પંખીની પ્રીત, તમે આભ છો અમિત...
ત્રીજું ચરણ : અશુભ આસવનો રોધ. મન જ્યારે અહોભાવ વડે આપ્લાવિત થયેલું હોય; રાગ, દ્વેષ, અહંકાર શિથિલ બન્યા હોય; ત્યાં અશુભ આસ્રવ કેવો ?
O
ચોથું અને પાંચમું ચરણ : પરમાત્માનું અવલમ્બન, ૫૨માત્માના ગુણોનું અવલમ્બન અને અનુભૂતિ. પરમાત્માનું મુખ જોતાં પેલી પંક્તિ યાદ આવશે : ‘દીઠો સુવિધિ જિણંદ સમાધિ રસે ભર્યો હો લાલ...’ પ્રભુના મુખકમલ પર, પૂરા અસ્તિત્વને વ્યાપીને રહેલ સમાધિરસ – પ્રશમરસ દેખાશે.
અદ્ભુત છે આ સમાધિ રસ. જોકે એને શબ્દોમાં વ્યાખ્યાયિત કરવો બહુ જ અઘરો. પણ, એને જોયા પછી એવું તો એક સમ્મોહન પ્રગટે કે તમે એ આનન્દદશાને જોયા જ કરો, જોયા જ કરો.
પરમાત્માનો આ સમાધિ ગુણ જોતાં ભીતર શું થાય ? ‘ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ...' એ સમાધિ રસને જોતાં, જોતાં, ભીતર ઊતરતાં લાગે કે આ તો મારું પોતાનું જ સ્વરૂપ છે.
મારું સ્વરૂપ સમાધિપૂર્ણ. મારું સ્વરૂપ આનન્દથી છલોછલ ભરેલું.
દર્શન સ્વ-રૂપાનુસન્માનમાં પરિણમે. ‘હું જ આનન્દઘન છું.' આ વાત કેટલી તો મોટી છે ! પળે પળે ઘટનાઓના કારણે પીડાને અનુભવતું વ્યક્તિત્વ, ઘટનાઓનો સંગ છોડી આનન્દઘન બની જાય.
પ્રગટ્યો પૂરન રાગ
૧૦૭

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150