Book Title: Pragatyo Puran Rag
Author(s): Yashovijaysuri
Publisher: Pulinbhai Rajendrabhai Shah

View full book text
Previous | Next

Page 123
________________ ઝબકારો થાય છે. પૂર્વમાં, અતીતમાં અનુભવેલ તે ગુણની સ્મૃતિ થઈ રહે. સ્મૃતિ દ્વારા આવેલ અનુભૂતિનો એ ઝબકાર. પણ, જો ઉપયોગ બીજી બાબતોમાં ચાલ્યો જશે તો એ ઝબકાર ક્ષણિક પ્રકાશ રેલાવી આથમી જશે. એ પ્રકાશને થોડો સમય કે લાંબો સમય ટકે એવો બનાવવા માટે અભ્યાસ જોઈશે. “અનુભવ અભ્યાસી કરે..” દર્શનયોગ. ઝબકારો. હવે એ ઝબકારાની ક્ષણ જતી ન રહે માટે પ્રભુના તે ગુણને ઘૂંટવાનો. ધારો કે પ્રભુના ક્ષમાગુણના દર્શનના યોગે અતીતનો ક્ષમાગુણનો આપણો અનુભવ અલપ-ઝલપ પ્રકાશિત થયો. હવે પ્રભુના એ ક્ષમાગુણને ભિન્ન ભિન્ન રીતે ઘૂંટવાનો. આ ઘંટામણ અનુપ્રેક્ષાના સ્તર પર પહેલાં થશે. જેથી મનનું પૂરું સ્તર ક્ષમામય બની જશે. પછી એ ગુણને ધ્યાનના-અનુભૂતિના સ્તર પર લઈ જવાશે. આ અનુભૂતિ, ધ્યાનાવસ્થા કર્મોની વિપુલ નિર્જરા કરશે. પણ અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આ બિન્દુને સ્પર્શવું કઈ રીતે ? પૂ. ચિદાનન્દજી મહારાજ એની વિધિ બતાવે છે : ત્રિકરણ યોગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ; ચિદાનન્દ મનમેં સદા, તમે આવો હો પ્રભુ ! નાણ દિણંદ. મન-વચન-કાયા વડે પ્રભુને પ્રાર્થના કે પ્રભુ ! તમે મારા મનમાં હંમેશ માટે પધારી જાવ ! બસ, પ્રભુ મનમાં, પ્રભુ હૃદયમાં, ૧૧૬ પ્રગટ્યો પૂરવ રાગ

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150