________________
નિશ્ચય સાધનાનું સ્પષ્ટીકરણ પૂ. ઉપા. યશોવિજય મહારાજે એક પ્રશ્નના જવાબમાં કરેલ છે.
પ્રશ્ન આવો હતો : જિનપૂજા આદિમાં શુભ ભાવ વડે પુણ્યબન્ધ થાય છે. એમાં ધર્મ તો નથી. પ્રશ્ન કર્તા શુભ ભાવજન્ય ક્રિયાને પુણ્યનું - આશ્રવનું કારણ માની ધર્મ માનવા તૈયાર નથી.૨
:
જવાબ આ રીતે અપાયો છે ઃ નિશ્ચય ધર્મ તો છે શુદ્ધાત્મદશા; જે મોક્ષમાં હોય છે. આ સ્વરૂપસ્થિતિ - શુદ્ધાત્મદશા તે નિશ્ચય ધર્મ. એની પ્રાપ્તિ માટેના જે જે માર્ગો, જે તે ગુણસ્થાનકના સન્દર્ભમાં છે તે બધા જ વ્યવહાર ધર્મ થશે. એટલે કે અપ્રમત્ત મુનિત્વ કે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ અથવા શુક્લધ્યાન આરોહણ આ બધું જ વ્યવહાર સાધના થશે. કારણ કે નિશ્ચય સાધના - આપણું ધ્યેય છે સ્વરૂપ પ્રાપ્તિ.
પણ એ વ્યવહાર સાધના નિશ્ચયનું કારણ હોવાથી કારણ અને કાર્યમાં કથંચિત્ એકાકારતા કરીએ ત્યારે - નિશ્ચય સાધના કહેવાય.૩
બીજી વાત : જિનપૂજા વગેરે શુભ યોગ દ્વારા દ્રવ્યાશ્રવ જરૂર થશે, પુણ્યબન્ધ જરૂર થશે; (પુણ્યબન્ધની ઇચ્છા નથી પણ થઈ જાય છે માટે દ્રવ્યાશ્રય.) પરંતુ એથી આત્મભાવમાં સ્થિરતા રૂપ ધર્મને હાનિ નથી પહોંચતી. કારણ કે પ્રભુની દ્રવ્યપૂજા જ ભાવપૂજાનું કારણ બનશે.
૪
૨. અવર કહે પૂજાદિકઠામે, પુન્યબંધ છે શુભપરિણામે;
ધર્મ ઈહાં કોઈ નવ દીસે, જિમ વ્રતપરિણામે ચિત્ત હીંસે...૧૦૫
૩. નિશ્ચયધર્મ ન તેણે જાણ્યો, જે શૈલેશી અંતે વખાણ્યો; ધર્મ અધર્મ તણો ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલતારી... ૧૦૬ તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે; તેહ ધરમ વ્યવહારે જાણો, કારજ કારણ એક પ્રમાણો ..૧૦૭
-
૪. શુભયોગે દ્રવ્યાશ્રય થાય, નિજપરિણામે ન ધર્મ હણાય...(૧૧૦) ભાવસ્તવ એહથી પામીજે, દ્રવ્યસ્તવ એ તેણે કહીજે; દ્રવ્ય શબ્દ છે કારણવાચી, ભ્રમે મ ભૂલો કર્મ નિકાચી. (૧૧૩)
પ્રગટ્યો પૂરન રાગ
૧૦૧