Book Title: Prachin Jain Lekh Sangraha Part 02 Author(s): Jinvijay Publisher: Jinagna Prakashan Ahmedabad View full book textPage 5
________________ પ્રકાશન વેળાએ... પૂજ્યપાદ પંન્યાસપ્રવ૨શ્રી જયદર્શનવિજયજી ગણિવર્યના માર્ગદર્શન મુજબ અમારું પ્રકાશન શ્રુતરક્ષાર્થે પ્રાચીન-શાસ્ત્રો અને ઉપયોગી સાહિત્યનું પુનઃ પ્રકાશનનું કાર્ય પણ કરે છે. તેઓશ્રીના માર્ગદર્શન પ્રમાણે ‘પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨'નું પણ પુનઃ પ્રકાશન અમે કર્યું છે. મૂળ પુસ્તકને તે જ સ્વરૂપે છાપ્યું છે. ઘણાં વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલ આ પુસ્તક દુર્લભ બન્યું છે. આ પુસ્તકમાં ખાસ તો શ્રીશત્રુંજ્યગિરિરાજ પરના શિલાલેખોને સમાવવામાં આવ્યા છે. તે અતિ મહત્ત્વના છે. આ શિલાલેખોની ‘અવલોકન’ વિભાગમાં શ્રી જિનવિજયે જે રીતે ‘એપિગ્રાફીઆ ઇન્ડિકા'ના બીજા ભાગના અવતરણ સાથે ઓળખાણ આપી છે તે અતિ મનનીય પણ છે. વિસરાતો કે લુપ્ત થતો ઇતિહાસ જીવંત રાખવો જોઈએ એ માટે અમો આનું પ્રકાશન કરી રહ્યા છીએ. આ પુસ્તકના પુનઃ પ્રકાશન સમયે પૂ. પંન્યાસપ્રવ૨શ્રી જયદર્શન વિજયજી ગણિવર્યશ્રીએ ‘અવસર’ વિભાગમાં, આ પુસ્તકમાં અપાયેલ શ્રી સિદ્ધગિરિરાજના શિલાલેખોની વિસ્તૃત વિચારણા પણ કરી છે. ત્રિપુટી મહારાજ, શ્રી કંચનસાગર સૂ.મ. વગેરેના શિલાલેખોને પણ રજું કર્યા છે અને આજે જે રીતે ચાતુર્માસમાં ગિરિરાજની યાત્રા માટે વિરોધ થઈ રહ્યો છે તેના માટે ઇતિહાસ, શાસ્ત્ર અને શિલાલેખોને રજું કરીને એક વિચારણા પ્રસ્તુત કરી છે. એપિગ્રાફીઆ ઇન્ડિકાના બીજા ભાગમાં છપાયેલ શિલાલેખોને જોવા માટે તપાસ કરાવતા આ પુસ્તકના દરેક ભાગો પુના ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં આજે પણ વિદ્યમાન છે. તેમાં ગિરિરાજના શિલાલેખો જેટલા અક્ષરો અને જેટલી લીટીમાં હતા તે જ રીતે એ પુસ્તકમાં છપાયા છે. સચવાયેલા આ ઇતિહાસને હાથ દઈને આગળ વધારવાનું કામ અમે આ પ્રકાશનમાં કર્યું છે. ગિરિરાજની ગરીમાને પ્રગટ કરતા આ શિલાલેખો વાંચીને ગિરિરાજ પ્રત્યે અહોભાવ પેદા થાય અને ગિરિરાજની વિશુદ્ધ ભાવે ઉપાસના થાય અને એ દ્વારા સૌ કોઈ સિદ્ધિગતિને પ્રાપ્ત કરે એ જ એક કલ્યાણકામના... - શ્રી જિનાજ્ઞા પ્રકાશન, અમદાવાદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 780