________________
( ૧૨ ) તેવા જ બીજા ચીની મુસાફર ઇન્સીંગના ભ્રમણ વૃત્તાંતમાં પણ જૈનેને જરાએ જાણવા જેવો ઉલ્લેખ થએલે નથી.
એ યુગમાં જૈનેના કયા કયા આચાર્યો થયા હતા, કયા ક્યા ગ અગર સપ્રદાયે પ્રચલિત હતા, જૈન ઉપાસક વર્ગની શી સ્થિતિ હતી, સાહિત્યિક પ્રવૃત્તિ કેમ ચાલતી હતી, ઇત્યાદિ બાબતોના સંબંધમાં કોઈ પણ વિશેષ પ્રકાશ પાડી શકાશ તેવાં સાધને હજી અજ્ઞાત છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરના નિર્વાણ કાળની આજે પચીસમી શતાબ્દી ચાલે છે, તેમાંની પહેલી ૧૦ શતાબ્દીઓના સંબંધમાં કેટલુંક જણાવ્યું છે, તેમ જ છેલ્લા દસ શતાબ્દિઓના વિષયમાં પણ ઘણુંક નોંધાયું છે, પરંતુ એ બેની વચ્ચેની ચાર શતાબ્દિ ઉપર જણાવ્યા પ્રમાણે અંધકારના પડ પાછળ છુપાએલી છે
ભગવાન મહાવીરની શિષ્ય સંતતિની પરંપરાઓ અને ભિન્ન ભિન્ન શાખાઓની જે સૂચિ કલ્પસૂત્રમાં આપવામાં આવી છે તે નિર્વાણ પછીની ૧૦ મી શતાબ્દીમાં જે વિલુપ્ત થાય છે તે પાછી ૧૫ મી શતાબ્દીમાં પ્રકટ થાય છે. એ વચગાળે થએલા બે ચાર આચાર્યોનાં નામ કે તેમની ડીક કૃતિઓ સિવાય બીજું કાંઈ પણ શૃંખલાબદ્ધ વર્ણન મળતું નથી. એ વિષયમાં વિશેષ વિચાર કરવાને આ રથળ નથી. તેથી હું આ શિલાલેખના સમયની નોંધ લેતી વખતે એ ઉપર થી સૂચવાતા ઉપરોકત વિચારેના સંબંધમાં આટલી નોંધ કરી આ પ્રસ્તુત પ્રરતાવના સમાપ્ત કરૂં છું. - છેવટે, આ મહાન પ્રયાસમાં, પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, પ્ર. ડી. આર. ભાંડારકર, એમ. એ. આદિ જે સજજનો મને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે મદદકર્તા થયા છે તે બધાને હૃદયપૂર્વક આભાર માનું છું અને આશા રાખું છું કે ઇતિહાસ રસિક અને વિજ્ઞ સજજને આ સંગ્રહને લાભ લઈ મારા પરિશ્રમને સફળ કરશે. રમતુ! ગુજરાત પુરાતત્વ મંદિર |
મુનિ જિનવિજયે. અષાઢ સુદ ૧ વી. નિ. ૨૪૪૭ |
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org