Book Title: Prachin Jain Lekh Sangraha Part 02
Author(s): Jinvijay
Publisher: Jinagna Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨) શત્રુંજય પર્વત ઉપર આવેલાં જેને દેવાલયોમાંથી લીધેલા છે અને પ્રકાશકે તે મારા તરફ મોકલી આપ્યા છે. તેના બે મોટા વિભાગ પડી શકે : (૧) નં. ૧-૩૨ જેની મિતિ સંવત ૧૫૮૭ થી ૧૭૧૦ સુધીની છે, અને (ર) નં. ૩૩-૯૫ જેની મિતિ સંવત ૧૭૮૩ થી ૧૯૪૩ અગર ઈ.સ. ૧૮૮૭ સુધીની છે. બીજા વિભાગના લેખોમાંથી ઐતિહાસિક બાબતો બહુ થોડી નીકળે તેવી છે તેથી મેં અહીં આવ્યા નથી પણ તેમના ટૂંકસાર આપ્યા છે. પરંતુ ને, ૧૦૫ (આ સંગ્રહમાં નં. ૩ર)નો લેખ આખો આપ્યો છે. કારણ કે તેમાં અંચલગચ્છની હકીકત પૂરી આપી છે અને તેના વિષે હજુ સુધીમાં બહુ થોડું જાણવામાં આવ્યું છે. આ લેખો હાલના વખતના યતિઓ કેવી સંસ્કૃતનો ઉપયોગ કરે છે તેના નમૂના રૂપે છે, તથા, જૂનાં પુસ્તકો અને લેખોમાં વપરાતી મિશ્રભાષાનું મૂળ ખોળી કાઢવામાં એ સહાયભૂત થશે અને જૂના જૈન વિદ્વાનો જેવા કે મેરૂતુંગ, રાજશેખર અને જિનમંડનની ભાષાને સંસ્કૃત વ્યાકરણના નિયમો લગાડવાનું પણ સુલભ થઈ પડશે. આ લેખના ઉતારા અને નં. ૧-૩૩, તથા . ૧ ૧૮ની નકલ ડૉક્ટર જે કિસ્સે (0. Kirste), જે વીએના યુનિવર્સીટીના પ્રાઈવેટ ડોસન્ટ (Private Docent) છે તેમણે તેયાર કરી હતી, અને તેમની નીચે આપેલી ટીપો પણ તેમણે કરેલી છે. આ ૧૧૮ લેખોમાં આવેલી ઐતિહાસિક કહીકતના નીચે પ્રમાણે વિભાગ થઈ શકે – (૧) પશ્ચિમ હિંદની રાજકીય હકીકત; (૨) જૈન સાધુઓના સંપ્રદાયો વિષેની હકીકત; (૩) જૈન શ્રાવકોના ઉપવિભાગો વિષેની હકીકત. – પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨ અવલોકન વિભાગ, પૃ. ૨-૩)” ખાસ ધ્યાન આપો. ટિપ્પણીમાં શ્રી જિનવિજય લખે છે કે “એપિગ્રાફીઆ ઈન્ડિકામાં એ બધા લેખો, શિલાપટ્ટોની પંક્તિઓના અનુસારે છાપેલા છે.” જોયું ને, સરકારી કામ કેવું ચીવટથી થયું છે. શિલાલેખ જેટલી લાઈનમાં અસલમાં લખાયેલો હતો તેટલી લાઈનમાં, તેટલા અક્ષરમાં જ તેમણે છાપ્યો હતો. હવે આટલી ચોક્સાઈ પૂર્વકના કામને ગાંડો માણસ હોય એ જ પ્રમાણભૂત રૂપે ન સ્વીકારે. આ ચાતુર્માસ પ્રતિષ્ઠાના શિલાલેખને ગુજરાતીમાં શ્રી જિનવિજયે પોતાના અવલોકન વિભાગમાં જે શબ્દોમાં લખ્યો છે તે પણ ધ્યાનથી વાંચી જાઓ : ૧. નં. ૯૬-૯૭ની મિતિ નક્કી નથી. નં. ૯૮ તે ખરી રીતે નં. ૧૨ પછી મૂકવો જોઈએ. એપિગ્રાફીઆ ઇન્ડિકામાં એ બધા લેખો, શિલાપટ્ટની પંક્તિઓના અનુસારે છાપેલા છે પરંતુ મેં આ સંગ્રહમાં, પાબંધ લેખોને તો પદ્યાનુસાર અને ગદ્યલેખોને કેવલ સંલગ્ન જ આપી દીધા છે તેથી ડો. બુલ્ડરની સૂચવેલી પંક્તિઓ પ્રમાણે ત્યાં ન જોતાં પડ્યાંક પ્રમાણે જોવું - સંગ્રાહક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 780