________________
પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨]
ચાલવામાં આપણું કલ્યાણ થવાનું નથી. વરસતા વરસાદમાં જિનપૂજા કરવા જનારા શ્રાવકને પાલીતાણા સુધી આવી ગયા પછી પણ ઉપર ચઢવાનો નિષેધ કરવામાં સ્થાનકવાસીના સિદ્ધાંતના અનુકરણ સિવાય વિશેષ કશું નથી. આપણા પૂર્વના મહાપુરુષોએ વિરાધનાના નામે જિનપૂજાનો પ્રતિબંધ ફરમાવનારાને સાંખી લીધા નથી. અત્યારે પણ ચાતુર્માસના નામે યાત્રાનો પ્રતિબંધ જાહેર કરનારાની વાત સ્વીકારવી હિતાવહ નથી જ.
જિનાલયો કે જિનબિંબનું નિર્માણ પ્રતિષ્ઠા વગેરે શ્રાવક માટે છે. જિનપ્રતિમા શ્રાવક પોતાને પૂજા કરવા માટે ભરાવે છે. પૂજારીને પૂજા કરવા માટે નહિ. સંયોગ, પ્રમાદ કે ઉપેક્ષા વગેરેથી ભગવાનની પૂજા શ્રાવકને બદલે પૂજારી કરતો હોય તો એનું ઉપરાણું લઈને પૂજારી પાસે જ પૂજા કરાવવાની હઠ ન લેવાય. શ્રાવક ગિરિરાજ પર જઈને શ્રી આદિનાથ દાદા વગે૨ે ભગવાનોની પૂજા કરવા તૈયાર હોય છતાં તેને યાત્રા બંધી ફરમાવી પૂજારીના હાથે જ પૂજા કરાવવાનો દુરાગ્રહ લઘુકર્મી આત્માનું લક્ષણ ન કહેવાય. પેઢી પણ લેખિતમાં ‘ચોમાસા દરમ્યાન યાત્રિકોની સેવાપૂજા માટેની સુવિધાઓ ગિરિરાજ ઉપર રખાતી નથી અને બોલી પણ લેવાતી નથી. (બોલાતી નથી એમ વાંચો.)’ આવું આપે છે. મારી પાસે એ પત્રની નકલ છે. પેઢી પોતાના મનમાં ગમે તેવો ફાંકો રાખતી હોય પણ તેના આ પગલાથી જિનપૂજામાં અંતરાય, તીર્થયાત્રામાં અંતરાય અને દેવદ્રવ્યની વૃદ્ધિમાં અંતરાય કરવાનું ઘોર પાપ પેઢીને બંધાય જ છે.
અહીં કોઈના પર કશું ઠોકી બેસાડવાનો ભાવ નથી. સમજે અને કદાગ્રહ છોડીને પાપ બાંધતા અટકે તે માટેની આ વાત છે. સ્થાનકવાસી મતના કદાગ્રહીઓ પૂજા નથી કરતા તે નથી જ કરતા. તેમની ભાવદયા વિચારવાની રહી. આજે પણ ચાતુર્માસના નામે ગિરિરાજની છાયામાં આવીને, પોતાના સગાની તપશ્ચર્યાની શાતા પૂછવા કે માંદાની ખબર કાઢવા દોડી આવનારા પણ ઉ૫૨ દાદાનું મોંઢું જોવા પણ ન જાય, દર્શન પણ ન કરે, પૂજા પણ ન કરે તેવા આત્માઓની ભાવદયા જ ભાવવી રહી. તેમનો નહિ, તેમના કદાગ્રહનો, અભિનિવેશનો આમાં દોષ છે. ગિરિરાજ બારે મહિના તા૨વા માટે સમર્થ છે. ચાર મહિના તેની તારકતા લુપ્ત થતી નથી. ગિરિરાજ પર ભવસાગર તરવા માટે બારે મહિના યાત્રા કરનારો ગિરિરાજની કોઈ આશાતના કરતો નથી. અટકાવનારા જરૂર આશાતના અને અંતરાયના ભાગી બને છે. સૌ કોઈ આત્મા કદાગ્રહમુક્ત બની ગિરિરાજની વિશુદ્ધ ભાવે ઉપાસના કરી આત્મકલ્યાણ સાધે તેવી શુભકામના.
શ્રી શત્રુંજયગિરિરાજ મહાતીર્થ વિ.સં. ૨૦૬૬, ચૈત્રી પૂનમ
તા. ૩૦-૦૩-૨૦૧૦
૨૫
Jain Education International
પંન્યાસ જયદર્શનવિજય ગણી
***
For Private & Personal Use Only
www.jainelibrary.org