________________
પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨]
યાત્રાબંધી એ જૈનોની પરંપરા નથી. ભૂતકાળમાં યવનોએ કદાચ યાત્રાબંધી લાદી હોય તોય એનું અનુકરણ ન થાય. પાલીતાણાના દરબાર સાથે વિવાદ ઊભો થતાં આ પેઢીની સાથે બધાએ ભેગા થઈને વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી યાત્રા ત્યાગનું પગલું સામુહિક ધોરણે ભર્યું હતું. એનું પણ સૌને એટલું દુઃખ હતું કે સૌએ પોતપોતાની રીતે જ્યાં સુધી પાછી યાત્રા શરું ન થાય ત્યાં સુધી ઘણી બધી વસ્તુઓનો ત્યાગ કર્યો હતો. આજની ચાતુર્માસયાત્રાનો વિરોધ કરનારા કે યાત્રા બંધનું બોર્ડ લગાવનારાને એનો લેશમાત્ર રંજ નથી, ઉપરથી આનંદ અનુભવે છે. જવા દો એ વાત. મૂળ વાત પર આવીએ.
આ ગિરિરાજની યાત્રા ત્યાગનો ઠરાવ વિ.સં. ૧૯૮૨, અષાઢ વદ-૩, મંગળવાર, તા. ૨૭-૭-૧૯૨૬ના દિવસે થયો હતો. અષાઢ વદ-૩ એટલે ચોમાસું શરું થઈ ગયું હતું. જો એવી પ્રણાલિકા હોય જ કે ચોમાસામાં યાત્રા બંધ તો ચાર મહિના તો બંધ રહેવાની જ હતી. એટલે તેમાં એવું લખાયું હોત (ઠરાવ બહું લાંબો છે એટલે લંબાણ થવાનો પણ પ્રશ્ન ન હતો.) કે ‘અત્યારે તો ચોમાસુ હોવાથી યાત્રા બંધ જ છે પણ જો દરબાર સાથેના વિવાદનો કોઈ સુખદ ઉકેલ ન આવે તો કાર્તિકી પૂનમથી સૌએ યાત્રાત્યાગ કરવાનો છે.’ પણ આવો કશો ઉલ્લેખ એ ઠરાવમાં નથી. તમે જૂનું સાહિત્ય કઢાવીને જોઈ શકો છો. જે સભાએ આ ઠરાવ કર્યો તેમાં યાત્રા બંધનું બોર્ડ આજે લગાવનાર પેઢી પણ મુખ્ય હતી. આજે ગિરિરાજ પર પૂજા આદિની સગવડ ન આપીને પેઢી જિનપૂજામાં અંતરાય ઊભો કરવાનું પાપ બાંધે છે અને એનું પાછું ગૌરવ અનુભવીને, પત્રમાં લખીને તો પેઢી ઘોર પાપ બાંધે છે.
૨૩
પેઢીને મારું ખુલ્લું આમંત્રણ છે કે પેઢીને ચાતુર્માસ યાત્રાબંધીનું જેટલું જ્ઞાન હોય તે મને આપે. એમની પાસેના જેટલા આધારો હોય તે બધા લઈને આવે.
ગિરિરાજની ચાતુર્માસયાત્રાનો વિવાદ વર્ષો પહેલાથી જાહેરમાં શરું થઈ ગયો હોવા છતાં ત્યારે પેઢીએ કોઈ જ બોર્ડ લગાવ્યું ન હતું. રહી રહીને બોર્ડ લગાવવા પાછળ પેઢીનો ઇરાદો કયો હોય તે કલ્પી શકાય છે. પરાપૂર્વથી, પેઢીના શબ્દોમાં અનાદિકાળથી ચોમાસામાં ગિરિરાજની યાત્રા બંધ છે એવું ગપ્પુ જેમ પેઢી અત્યારે ચલાવે છે તેમ આ બોર્ડ પણ સદીઓથી છે તેવું ગપ્પુ પણ ચાલે તો નવાઈ પામવા જેવું નથી.
દલીલ : ચોમાસામાં ભાતું પણ નથી અપાતું તેની ખબર છે ને ?
જવાબ ઃ ભાતું ક્યારે અપાય છે, ક્યારે નથી અપાતું, કેટલા વર્ષ પહેલા ભાતાખાતાની રસીદો ચોમાસામાં પણ અપાઈ છે અને ચોમાસામાં ભાતું વાપરીને આવનારા માણસો ક્યાં વસે છે વગેરે બધી વિગતોની મને ખબર છે. પણ તમને ખબર છે કે ભાતાખાતાનો જન્મ કેવી રીતે થયો ? તમને કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org