Book Title: Prachin Jain Lekh Sangraha Part 02
Author(s): Jinvijay
Publisher: Jinagna Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ ૧૨ એ સૌ ધર્મપ્રેમી હતાં. (– પ્રક॰ ૪૫, પૃ′ ૩૪૪, ૩૪૫) સં કુંઅરજીએ સં ૧૬૧૫ના શ્રા॰ સુરુ ૨ ને રોજ શત્રુંજયતીર્થમાં મોટી ટૂંકમાં મુખ્ય તીર્થપ્રાસાદની જમણી બાજુએ મોટો જિનપ્રાસાદ બનાવ્યો અને સં ૧૬૧૯-૨૦માં ભટ્ટા વિજયદાનસૂરિ તથા આ વિજયહીરસૂરિ વગેરેની અધ્યક્ષતામાં છ'રી પાળતો મોટો શત્રુંજયનો યાત્રાસંધ લઈ જઈ એ નવા જિનપ્રાસાદની તેમના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિષ્ઠા—ઉત્સવમાં સં કુંઅરજી, તેની પતિવ્રતા સતી સૌભાગ્યવતી ભાર્યા પદ્મા, પુત્ર વિમલદાસ, સંધવણ પદ્માના ભાઈઓ – (૧) મેઘો, (૨) શુભરાજ, (૩) લેખરાજ વગેરે, સંકુંઅરજીના મોસાળના સં સેનો, તેની ભાર્યા ખીમી (અમરી), સંકુંઅરજીની માસી વશી વગેરે સૌ પરિવાર હાજર હતો. આ સૌ તપાગચ્છના ઉપાસકો હતા. (– શત્રુંજય તીર્થનું હસ્તલિખિત વર્ણન, પ્રક ૪૫, પૃ ૩૪૪) પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨] - મુક્તાઘાટ અમદાવાદનો (૧૧મો) બાદશાહ મહમ્મદખાન, (૧૨મો) અહમ્મદ અને (૧૩મો) મુજફર ત્રીજો (સં ૧૫૯૪ થી ૧૬૨૮) – એ ત્રણેના મંત્રી ગલરાજેભટ્ટા વિજયદાનસૂરિના ઉપદેશથી સં॰ ૧૬૧૯-૨૦માં શત્રુંજયતીર્થનો મુક્તાઘાટ કરાવ્યો હતો. એટલે અમુક કાળ સુધી રાજ્ય તરફના લાગા, મુંડકાવેરો, જકાત, લગાન વગેરે માફ કરાવ્યા હતા. (પ્રક ૪૪, પૃ. ૨૧૬) તેણે ભારતનાં દરેક સ્થાનોમાં આમંત્રણ પત્રિકાઓ મોકલી, બધા ય જૈન સંઘોને એકત્ર કરી, સંઘપતિ બની શત્રુંજય મહાતીર્થનો ‘છ’રી પાળતો સંઘ’ કાઢયો. આ સંઘ ભટ્ટા વિજયદાનસૂરિ, આ વિજયહીરસૂરિ, બાલમુનિ જયસિઁહ વિમલજી વગેરે ચતુર્વિધ સંઘ સાથે હતો. તેણે શત્રુંજયતીર્થને મોતીઓના ફળથી અને અક્ષતોથી વધાવ્યો હતો અને સાથેના સૌ નાના સંઘો તથા યાત્રાળુઓને યાત્રા કરાવી હતી. (– તપાગચ્છ પટ્ટાવલી ગાથા ૧૯ની સંસ્કૃત ટીકા, હીર—સૌભાગ્ય મહાકાવ્ય સર્ગ ૪, શ્લો ૧૪૭ની સ્વોપજ્ઞ ટીકા) અમદાવાદના સં કુંઅરજી શ્રીમાલી, ગંધારના શા રામજી, ગંધારીઓ વગેરે ઘણા સંઘવીઓ પોતપોતાના નાના સંઘો લઈ અમદાવાદ, ધોલેરા કે પાલિતાણા આવી આ સંઘ સાથે મળી ગયા હતા. સંભવ છે કે આ યાત્રિકસંઘ પાલિતાણામાં એક વર્ષથી વધુ કાળ સુધી રહ્યો હોય. તે દરમિયાન અહીં ઘણી નવી દેરીઓ બની અને ઘણી જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠાઓ સં ૧૬૧૯-૨૦ની સાલમાં તપાગચ્છના ભટ્ટા વિજયદાનસૂરિ અને આ વિજયહીરસૂરિના હાથે શત્રુંજયતીર્થમાં ઘણી નવી દેરીઓ બની, જૂની દેરીઓનો જીર્ણોદ્ધાર થયો અને જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ થઈ તે આ પ્રમાણે છે. - Jain Education International For Private & Personal Use Only --- www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 780