________________
૧૪
પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨) વિશેષ નોધ –
ઉપરના શિલાલેખોને ગંભીરતાથી વિચારીએ તો નીચેની બાબતો વિશેષ જાણવા મળે છે. – (૧) ભટ્ટ વિજયદાનસૂરિ અને આ. વિજયહીરસૂરિ વગેરે સં૧૯૨૦ના શેષ કાળમાં
તેમ જ ચોમાસામાં પાલિતાણામાં વિરાજમાન હતા. (૨) ત્યારે હિંદમાં મોગલ રાજ્ય હતું. તેના ફરમાનોમાં મુખ્યતાએ ચૈત્રાદિ વિક્રમ
સંવતની નોધ મળે છે. તો સંભવ છે કે, ઉક્ત શિલાલેખોમાં એ જે રીતે ચૈત્રાદિ (હિંદી) વિક્રમ સંવત લખાયો હોય અર્થાત આ શિલાલેખોમાં જે સંવત છે તે ચૈત્રાદિ
વિક્રમ સંવત છે. (૩) શત્રુંજય તીર્થમાં સં૧૯૨૦ના વૈશાખ, આષાઢ, શ્રાવણ, આસો અને કાર્તિક
મહિનાઓમાં દેરીઓ તથા જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ છે. (૪) સંભવ છે કે, “કાર્તિક મહિનામાં પણ શત્રુંજયતીર્થની ઉપર જવાની પ્રવૃત્તિ હોય.” (૫) કદાચ આપત્તિકાળના કારણે આ બધું અપવાદરૂપે પણ હોય.
– જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪, પૃ. ૬ થી ૧૦) ત્રિપુટી મહારાજના શબ્દો ઘણા અસરકારક રહેશે. તેઓ લખે છે કે “સં. ૧૬૧૯૨૦ની સાલમાં તપાગચ્છના ભટ્ટા વિજયદાનસૂરિ મ અને આ વિજયહીરસૂરિ મ.ના હાથે શ્રી શત્રુંજયતીર્થમાં ઘણી નવી દેરીઓ બની, જુની દેરીઓનો જીણોદ્ધાર થયો અને જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ થઈ તે આ પ્રમાણે છે.” આમ લખીને તેમણે નવ પ્રતિષ્ઠાઓ નોંધી છે. તેમાં નવમાં નંબરે ચૌમુખ જિનાલયની પ્રતિષ્ઠા છે, જે ચોમાસામાં થઈ હતી. કારતક સુદ રના દિવસે, તો સામે આઠમા નંબરે જે પ્રતિષ્ઠા લખી છે તે શ્રી શત્રુંજય તીર્થમાં મોટી ટૂંકની ભમતીમાં છેલ્લી ભગવાન મુનિસુવ્રતસ્વામીની દેરીની પ્રતિષ્ઠા છે. તે પણ વિ.સં. ૧૬ ૨૦ના આસો વદ ૯ ને શનિવારે થઈ છે. આમ, આ બે પ્રતિષ્ઠાઓ ચોમાસામાં થઈ છે. એટલું જ નહિ, ત્રિપુટી મહારાજના મત પ્રમાણે તો તપાગચ્છાધિપતિ શ્રી દાનસૂરિ મહારાજા અને હીરસૂરિ મહારાજાના વરદ્હસ્તે થઈ છે. આના આધારે તો ચતુર્વિધ શ્રીસંઘને ચોમાસામાં ગિરિરાજ પર જવામાં કોઈ પ્રતિબંધ હતો નહિ એ સિદ્ધ થાય છે. એટલે આજે જે ગાઈ-વગાડીને જુગજૂની પરંપરા અને પરાપૂર્વથી ચાલી આવેલી પરંપરાનો નારો લગાવવામાં આવે છે તેમાં કોઈ સત્યાંશ રહેતો નથી.
ત્રિપુટી મહારાજ પણ ચોમાસામાં ગિરિરાજની યાત્રા ન કરાય– એ મતના હોવા જોઈએ કારણ કે બધી વિગત લખ્યા પછી ‘વિશેષ નોંધ' એ શીર્ષક હેઠળ તેમણે જે પાંચ તારણ કાઢ્યા છે તે બહું ખટકા સાથે લખ્યા છે. તેમણે પોતાની માન્યતાને બાજુએ રાખીને ઇતિહાસ સાથે કોઈ પણ ચેડા કર્યા વિના જે સત્ય છે તેને બેધડક લખ્યું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org