________________
પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨)
૧૭
નમૂનો આપું?
| ત્રિપુટી મહારાજે લખ્યું કે “શત્રુંજયતીર્થમાં સં. ૧૬૨૦ના વૈશાખ, આષાઢ, શ્રાવણ, આસો અને કાર્તિક મહિનાઓમાં દેરીઓ તથા જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ છે.' આમાં દેરીનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
સંપાદકશ્રી લખે છે કે “ફક્ત વિરલ અપવાદ તરીકે બે-ચાર ધાતુમૂર્તિ અને શ્રી સિદ્ધચકજી ગટ્ટા પર શ્રાવણ, આસો અને કારતક સુદના લેખો છે.” પછી પાછળથી ઉમેરે છે કે “વળી શ્રાવણ આસોના બે-ત્રણ લેખો દેરી પર મળે છે. તેનો સંબંધ ગિરિરાજની ચોમાસાની યાત્રા સાથે સંભવિત નથી. (અહીં કાર્તિક મહિનો ખાસ ઉડાવ્યો છે.)
જ્યારે ત્રિપુટી મહારાજ લખે છે કે ‘સંભવ છે કે કાર્તિક મહિનામાં પણ શત્રુંજય તીર્થની ઉપર જવાની પ્રવૃત્તિ હોય” લેખક-સંપાદકમાં કેવો પરસ્પર વિરોધ !
સંપાદકશ્રી લખે છે કે એટલે પૂ. ત્રિપુટી મહારાજ સામે બધા શિલાલેખો ન હોઈ...”
જયારે ત્રિપુટી મહારાજે “એપિગ્રાફીકા ઇન્ડિકા ભાગ-૨, પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨, શત્રુંજય તીર્થનું હસ્તલિખિત મોટું વર્ણન, પ્રાગ્વાટુ ઇતિહાસ વગેરે જોઈને લખાણ કર્યું છે. એમાં શિલાલેખો વાંચ્યા માટે જ તો તેમને વિશેષ નોંધ લખવી પડી છે. હશે, જેવી સંપાદકશ્રીની મરજી !'
સંપાદકશ્રીએ જે આચાર્યશ્રી કંચનસાગરજી મ.ના શત્રુંજય તીર્થદર્શન પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે તેમાંના કેટલાક શિલાલેખોના પણ દર્શન કરી લઈએ.
श्रीशत्रुजयगिरिराजदर्शनम्
चतुर्थो भागः श्रीशत्रुजगिरिगताः जिनमंदिरगता शिलापट्ट-प्रतिमास्थिता लेखाः । A. सं० १९९६ विक्रमीये परमतारक ध्यानस्थस्वर्गत-आगमोद्धारक-आचार्य श्री
आनंदसागरसूरीश्वराणां प्रेरणया हस्तपोथिगतप्रशस्तयः प्रतिमादिस्थलेखाश्च गृहितुमुद्यमो मया कृतः, तद्न्तरगता: श्रीशत्रुजयगिरिवरगता लेखा अत्र दीयते ।
– શત્રુંજય તીર્થદર્શન, ચોથો વિભાગ. યુ. ) શ્રી કંચનસાગરસૂરિ મહારાજે જે વાત અહીં સંસ્કૃતમાં લખી છે તે જ વા ! ગુજરાતીમાં ‘ઉત્થાન' નામના વિભાગમાં વિસ્તારથી જણાવી છે. ત્યાં છેલ્લે તેઓ લખે છે કે “સં. ૧૯૯૬માં શિલાલેખો લીધેલા હોવાથી અત્યારે તેનાં સ્થળો વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org