Book Title: Prachin Jain Lekh Sangraha Part 02
Author(s): Jinvijay
Publisher: Jinagna Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨) ૧૧ તપાગચ્છાધિપતિશ્રીના વારસદારો ચોમાસામાં ગિરિરાજની યાત્રા માટે પણ મોટો કોલાહલ મચાવે એ કેવું કહેવાય? અન્ય ગચ્છવાળા વિરોધ કરે તો તો સમજ્યા પણ તપાગચ્છવાળા જ તપાગચ્છાધિપતિની સત્તરમી શતાબ્દિની પરંપરાને પીટવા બેસી જાય એ આઘાતજનક નથી લાગતું? આ જ વિષયને હવે આપણે જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪માં જોઈએ. આ પુસ્તકના લેખક છે : ત્રિપુટી મહારાજ. એટલે કે મુનિરાજશ્રી દર્શનવિજયજી, મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી, મુનિરાજશ્રી ન્યાયવિજયજી, શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાળા તરફથી વિ.સં. ૨૦૨૦ની સાલમાં આ પુસ્તક પ્રકાશિત થયું છે. તેમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજાની વાત લખતા આ જ ગિરિરાજની પ્રતિષ્ઠા બાબતને પણ યાદ કરે છે. એ વિગત ત્રિપુટી મહારાજના જ શબ્દોમાં વાંચવી સૌને ગમશે. અસરકારક રહેશે : પ્રતિષ્ઠાઓ – આ અરસામાં મુસલમાનોએ ધમધતાથી ઘણાં હિંદુ તીથ, જૈન તીર્થો, હિંદુ દેવળો, જિનાલયો તથા શૈવ-વૈષ્ણવ પ્રતિમાઓ અને જૈન પ્રતિમાઓને ખંડિત કર્યા હતાં. આ વિજયદાનસૂરિના ઉપદેશથી ઉપયુક્ત ક્ષતિને પહોચી વળવા ઠેર ઠેર જૈન તીથો જિનાલયોના જીણોદ્ધારો થયા. નવાં જિનાલયો બન્યાં તેમ જ ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા (પ્રાણપ્રતિષ્ઠા), ગાદી પ્રતિષ્ઠા વગેરે થયાં હતાં. તેમણે હાડોતી દેશ, ટૂંઢાર પ્રદેશ, કચ્છ દેશ, માળવા દેશ, સૌરાષ્ટ્ર તથા લાટ (ગુજરાત) પ્રદેશના નગરોમાં ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. એ રીતે શત્રુંજય મહાતીર્થ, ખંભાત, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગંધાર બંદર વગેરે સ્થળે મોટા ઉત્સવો સાથે ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. શ્રી શત્રુંજય મહાતીર્થમાં મુક્તાઘાટ, યાત્રાસંઘો, ચાતુમાસ તથા જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ સં૧૫૮૭ના વૈ વ ૬ને રવિવારે ધન લગ્નમાં, શુદ્ધ નવાંશમાં સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ચિત્તોડના દોશી કમશાહ ઓશવાલે કરાવી શત્રુંજય મહાતીર્થનો સોળમો મોટો ઉદ્ધાર કરાવ્યો. તપાગચ્છની વડી પોપાળના આ વિજયધર્મસૂરિના શિષ્ય આ વિદ્યામંડનસૂરિના હાથે જ આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી ત્યારે આ આનંદવિમલસૂરિ વિદ્યમાન હતા અને આ વિજયદાનસૂરિ પણ તે તીર્થમાં હાજર હતા. એ પછી આ વિજયદાનસૂરિ અને આ વિજયહીરસૂરિએ સં. ૧૬ ૧૫ થી ૧૬૨૦ના ગાળામાં શત્રુંજય તીર્થમાં ઘણાં જિનાલયો તથા ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી, જેની ટૂંકી નોધ આ પ્રમાણે છે – અમદાવાદના શાહ દેધર શ્રીમાલીના વંશમાં સંઘપતિ સુહિજપાલ ભાય મંગુ)ને સં" કુંઅરજી નામે પુત્ર હતો, જેને પન્ના નામે પત્ની અને વિમલદાસ નામે પુત્ર હતો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 780