Book Title: Prachin Jain Lekh Sangraha Part 02
Author(s): Jinvijay
Publisher: Jinagna Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ (ભાગ-૨) ॐ ॥ संवत् १६२० वर्षे कार्तग शुदि २ दिने गंधारवास्तवं श्री श्रीमालज्ञातीय सा। श्री [ पा ] स [ वीर ] भार्या बाई [ पू ] तल सुत सा । श्रीवर्धमान भार्या बाई वमलादे अमरादे सुत सा । श्रीरामजी भाई सा । श्रीलहुजी सा । हंसराज सा। मनजी प्रमुखस्वकुटंबेन युतः श्रीशेवंजयोपरि श्रीशांतीनाथप्रासादं चोमष (चौमुख) कारापित। श्रीतपागछे विबुधशिरोमणि श्रीहीरविजय-सूरिप्रसादात् शुभं भवतु ।। (પિપ્રાગા રૂfઇડ-રા૪૮) (–પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨, પૃ. ૯) આ શિલાલેખ “એપિગ્રાફિ ઇન્ડિકા' ભાગ-૨ના પૃ. ૪૮ ઉપર છપાયો છે. આ પુસ્તક ઈ.સ. ૧૮૮૮-૮૯માં છપાયું હતું. મુંબઈ સરકારના આર્કિઓલૉજીલ સર્વે તરફથી એ છપાયું હતું. આજે ઈ.સ. ૨૦૧૦ ચાલે છે. એટલે આશરે આજથી ૧૨૦-૧૨૨ વર્ષ આસપાસ છપાયું ગણાય. તે સમયે ચાતુર્માસ યાત્રાના વિવાદનો જન્મ પણ થયો ન હતો. અને મુંબઈ સરકાર તરફથી શિલાલેખો છપાયા હોવાથી આમાં કોઈ ઘાલમેલ કર્યાની આશંકા પણ કોઈ કરી શકે તેમ નથી. આ શિલાલેખમાં “ચૌમુખ જિનાલયની ગિરિરાજ પર વિ.સં. ૧૯૨૦ના કાર્તક સુદ-૨ના પ્રતિષ્ઠા થઈ હતી – તેવું સ્પષ્ટ લખ્યું હતું. જો ચાતુર્માસમાં ઉપર જવાય જ નહિ તો પ્રતિષ્ઠા જેવું મહાન કાર્ય તો થાય જ નહિ. છતાં પ્રતિષ્ઠા થઈ છે. એ ધામધૂમથી જ થઈ હોય એમાં કોઈ શંકા નથી. આજે તો ફક્ત દાદાની આંગીનો લાભ મળ્યો હોય તોય તે વ્યક્તિ પોતાના કુટુંબ વગેરેને સાથે લઈને આવે છે. તો આ તો ગંધારના રામજી શ્રાવક શ્રેષ્ઠિ હતા. જેમણે પોતાના ગુરુદેવ પધારી રહ્યા છે તેની વધામણી આપનારને ચાવીનો ઝુમખો આપીને કહેલું ‘તું જે ચાવી પસંદ કરે, તેમાંથી જે નીકળે તે તારું. એમાં કીંમતી વસ્તુઓ રાખેલી જગ્યાની પણ ચાવીઓ હતી. જાડી બુદ્ધિના એ માણસે મોટી ચાવી પસંદ કરી. તેમાંથી વહાણ માટેના દોરડાં નીકળ્યાં. તેની કિંમત પણ હજારોની હતી. આવો શ્રેષ્ઠિ ગુપચુપ આવીને પ્રતિષ્ઠા તો ન કરે ને? એક યાત્રા માટે પણ આજે આટલો વિરોધ કરવામાં આવે છે તો પ્રતિષ્ઠા માટે તો કેવો પ્રચંડ વિરોધ ફાટી નીકળે. પણ સબૂર, ભાઈ, આવો વિરોધ તો ઠીક ઇતિહાસમાં એના માટે એક અક્ષર પણ ઘસાતું લખાયું નથી. ઉપરથી આ પ્રતિષ્ઠાની સાદર નોંધ તપાગચ્છાધિપતિ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના ગુરુબંધુ મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ જેવાએ પણ લીધી છે. આ જ વાત એમ પુરવાર કરે છે કે તે સમયે એટલે કે વિક્રમની સત્તરમી શતાબ્દિમાં પણ શ્રી શત્રુંજય ગિરિરાજ પર ન ચઢાય તેવી કોઈ માન્યતા તપાગચ્છમાં પ્રવર્તતી ન હતી. આજે ઘણા મિત્રો એ ગંધારીયાના ચૌમુખ જિનાલય (આ જિનાલય શ્રી પુંડરીક સ્વામીના જમણા હાથે છે.)ના આ શિલાલેખને વાંચવા જાય છે પણ ક્યાંય વાંચવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 780