Book Title: Prachin Jain Lekh Sangraha Part 02
Author(s): Jinvijay
Publisher: Jinagna Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨| માહાત્મ્ય નામના ગ્રંથરત્નમાં મળે છે. તેના રચયિતા પૂ.આ. શ્રી ધનેશ્વર સૂ. મહારાજા છે. જેઓશ્રીની ગુરુમૂર્તિ ગિરિરાજ પર બિરાજમાન છે. મૂળમાં શ્રી શત્રુંજયનું માહાત્મ્ય સૌ પ્રથમ શ્રી આદિનાથદાદાએ પ્રગટ કરેલું. શ્રી પુંડરીક ગણધરે પ્રભુશ્રી આદિનાથ પરમાત્માના આદેશથી સવા લાખ શ્લોક પ્રમાણ શ્રી શત્રુંજય માહાત્મ્ય રચેલું. ત્યારબાદ શ્રી મહાવીર સ્વામીના આદેશથી શ્રી સુધર્માસ્વામી ગણધરે તેનો સંક્ષેપ કરી ચોવીશ હજાર શ્લોક પ્રમાણવાળું કર્યું. તેના આધારે પૂ.આ.શ્રી ધનેશ્વર સૂ.મ.એ શ્રી શત્રુંજ્ય માહાત્મ્ય નામનો ગ્રંથ સારરૂપે રચ્યો. આ ગ્રંથમાં ‘ચાતુર્માસમાં ગિરિરાજની યાત્રા ન થાય, કરે તો છઢનું પ્રાયશ્ચિત આવે' એવું ક્યાંય લખ્યું નથી. ઉપ૨થી શ્રી અજિતનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસાનું વર્ણન કર્યું ત્યારે શ્રી અજિતનાથ ભગવાનના વર્ણનમાં પ્રભુએ ધ્યાનમાં (ધ્યાનાંતરિકામાં) ચાતુર્માસ પસાર કરેલું – એમ લખ્યું છે પણ શ્રી શાંતિનાથ ભગવાનના ચોમાસાની વાતમાં તો સ્પષ્ટ લખ્યું છે કે – ૬ ‘ત્યાં ગંધર્વ, વિદ્યાધર, દેવતા, નાગકુમાર અને મનુષ્યો આવી પ્રીતિથી મસ્તક નમાવી પ્રતિદિન પ્રભુની પૂજા કરતા હતા.' (સર્ગ - આઠમો) શ્રી શત્રુંજય માહાત્મ્યમાં આ જ વાત સર્ગ-૮, બ્લોક ૬૧૩માં જુઓ : तत्र गन्धर्वविद्याभृदमरोरगमानवाः । प्रत्यहं पूजयामासुः, प्रभुं प्रीतिभृतो नताः ॥ ६१३ ) અહીં સ્પષ્ટ શબ્દોમાં ‘મનુષ્યો રોજ પ્રભુની પૂજા કરતા હતા' તેવું લખ્યું છે. એટલે ‘પરાપૂર્વથી ગિરિરાજ ઉપર ચોમાસામાં ન જવાય’ એ વાત અસત્ય ઠરે છે. શ્રી શત્રુંજ્ય માહાત્મ્ય ગ્રંથને કોઈ ‘પ્રમાણભૂત નથી’ એમ કહી શકે તેમ નથી. ત્યારે રોજ મનુષ્યો શ્રી શાંતિનાથ ભગવાનની પૂજા કરતા હતા એટલે એ પૂજા ગિરિરાજ ઉપર ચાતુર્માસ બિરાજમાન પ્રભુની, ગિરિરાજ પર ચઢીને જ પૂજા કરતા હતા એ નક્કી છે. અહીં એવી દલીલ થાય છે કે એ તો મરૂદેવા શૃંગ પર ભગવાને ચોમાસું કરેલું. એ શિખર અત્યારે ક્યાં ગિરિરાજ ઉપર છે ? આ વિદ્વાનો એટલું પણ વિચારી શકતા નથી કે શ્રી શાંતિનાથ પ્રભુના કાળમાં એ ગિરિરાજનું શિખર ગિરિરાજથી અલગ ન હતું. આ તો થઈ પરાપૂર્વની વાત. નજીકનો ઇતિહાસ શું કહે છે ? એના માટે ‘પ્રાચીન જૈનલેખ સંગ્રહ ભાગ-૨', સંપાદક : શ્રી જિનવિજય, વિ.સં. ૧૯૭૮ની સાલમાં શ્રી જૈન આત્માનંદ સભા - ભાવનગર તરફથી પ્રગટ થયેલું પુસ્તક જોવું પડે. તેમાં શ્રી શત્રુંજય ગિરિરાજ પરના શિલાલેખોનો સંગ્રહ છપાયો છે. એ શિલાલેખ, એ શિલાલેખને સમજાવતું શ્રી જિનવિજયનું અવલોકન અહીં એમના જ શબ્દોમાં ૨જું કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 780