Book Title: Poshadh Vidhi Author(s): Chidanandsuri Publisher: Nanpura Jain Sangh View full book textPage 6
________________ પ્રાસંગિક પષેઈ સુહ ભાવે, અસુહાઈ ખઈ નત્યિ સંદેહે, છિન્નઈ નરય-તિરિય ગઈ, વિષહવિહિં અપમત્તો ય ૧ અર્થ :–અપ્રમતપણે પૌષધ કરનારને શુભ ભાવનું પિષણ થાય છે. અશુભ કર્મો ખપે છે અને નરક–તિર્યંચગતિ અટકે છે.....૧ ધમની પુષ્ટિને જે ધારણ કરે તેને પૌષધ કહેવાય. શ્રાવકના બાર વ્રતમાં એ અગ્યારમું વ્રત છે. આઠમચઉદશ વગેરે પર્વ તિથિએ ચાર પહેરને અથવા આડ પહેરને પૌષધ કરાય છે, તે પૌષધ ચાર પ્રકારે ગણાય છે. (૧) આહાર પૌષધ: ઉપષાસ વગેરે તપ કરવાનું હોય છે. (૨) શરીર સત્કાર પૌષધ : સ્નાન વિલેપનાદિ વિભૂષા ન કરવી. (૩) બ્રહ્મચર્ય પૌષધઃ સર્વથા સંપૂર્ણ શિયળ પાળવું. (૪) અધ્યાપાર પૌષધ : સાવદ્ય વ્યાપારને ત્યાગ કરે. આ ચાર ભેદના સર્વથી અને દેશથી ગણતાં આઠ ભેદ થાય અને સગી ભાંગાથી ૮૦ ભેદ થાય. પરંતુ પૂર્વાચાર્યથી પરંપરાથી હાલ માત્ર આહાર પૌષધ જ દેશથી અને સર્વથી કરાય છે. બાકીના ત્રણ પ્રકારનાં પૌષધ સર્વથી જ થઈ શકે છે. પૌષધ કરનારે પ્રભાતમાં રાઈ પ્રતિકમણ જરૂર કરવું જોઈએ. પછી ગુરુ સમક્ષ પૌષધ ઉચ્ચર. આ પુસ્તક શ્રીમદ્ મૃતિકમી જૈન મોહન માળા સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલ તેને આધાર લીધે છે, તે માટે તેઓને આભાર માનીએ છીએ. –ચિદાનંદસૂરિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 110