Book Title: Papni Saja Bhare Part 15 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 4
________________ ક્રોધાદિ બધા પિતપોતાના સ્થાન પણ જુદા છે અને સ્વતંત્ર પાપસ્થાન છે. જ્યારે કલહ તે બધાનું એક સામૂહિક રૂપ છે. કલહમાં બધા કષાય ભેગા થાય છે તેથી કલહ બધા કષાયેનું મિશ્રિત રૂપ છે. કષાયો વગર ઝગડે શકય જ નથી, અને કષાયો વગર થવાવાળા કલહને કિલહ કહેવાતું જ નથી. દ્રવ્ય અને વ્યવહાર પાપના પચ્ચકખાણ થઈ શકે છે – પ્રાણાતિપાત વગેરે પાંચે દ્રવ્યબાહ્ય પાપનું પચ્ચખાણ કરવું શિકય છે, અને એ પાપ ન કરવાની પ્રતિજ્ઞાને જ વ્રત કહેવામાં આવે છે. એ પાપને સર્વથા ન કરવું એ જ મહાવ્રત છે અને તેને જ ધર્મ કહેવામાં આવે છે. તેવી રીતે મુમુક્ષુ સાધક કલહ વગેરે વ્યવહાર પાપનું પણ આચરણ ન કરવાનું પચ્ચખાણ (પ્રતિજ્ઞા) કરી શકે છે. જેવી રીતે મેં પ્રતિજ્ઞા કરી કે મારે કેઈની સાથે ઝગડે કરે નહીં તો આવી પ્રતિજ્ઞા કેઈપણ કરી શકે છે. અભ્યાખ્યાન, પશુન્ય વગેરેનું પણ પચ્ચકખાણ થઈ શકે છે. આપણે કરી શકીએ છીએ. સુલભ છે. પરંતુ ક્રોધાદિનું પચ્ચકખાણ કરવું ઘણું મુશ્કેલ છે. પચ્ચખાણને અર્થ છે ત્યાગ. હું ક્રોધ નહીં કરૂં એ સંકલ્પ થડા સમય માટે સહેલો છે. પરંતુ સર્વથા ત્યાગનું પચ્ચકખાણ કરવાનું સાધુને માટે પણ બહુ મુશ્કેલ છે. ક્રોધની જેમ માયા, માન, લોભ, રાગ, દ્વેષનું પચ્ચખાણ કરવું બહુ જ મુશ્કેલ છે. હા, કલ્પસૂત્રમાં આ વાત જરૂર લખેલી છે કે–તીર્થકર ભગવાન દીક્ષા લે છે ત્યારે આ પ્રકારની પ્રતિજ્ઞા કરે છે કે જીવનપર્યત કેઈપણ અનુકૂળ અથવા પ્રતિકૂળ પ્રસંગોમાં પણ કષાય ન કરે. તેથી પ્રભુ દ્રવ્યથી વાળને લોચ, વસ્ત્રને ત્યાગ વગેરે ત્યાગ કરે છે અને ભાવથી રાગદ્વેષને ત્યાગ કરે છે. ભાવથી કેઈપણ જીવ પર ક્રોધાદિ કષાય ન કરવા એવી પ્રતિજ્ઞા કરે છે. આથી કેઈપણ તીર્થકરનું જીવનચરિત્ર વાંચીએ તે દીક્ષા પછી આજીવન પર્યત કષાયનો એક નાને પણ પ્રસંગ જોવા નથી મળતો. તીર્થકરેને માટે આ સુલભ છે પરંતુ અમારે માટે તો બહુ જ મુશ્કેલ છે. હા, વ્યવહાર પા૫ના કલહઅભ્યાખ્યાન વગેરે જેટલા પાપ છે તેના પચ્ચકખાણ આપણે કરી . શકીએ છીએ. કેઈની સાથે ઝગડવું નહીં અથવા કોઈના પર જૂકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50